ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2023 (10:35 IST)

તળાજા: નદીમાં તણાઈ, 3નાં મોત

talaja
talaja
ગુજરાતમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. ખાસ કરીને મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મહેર કરી છે. વરસાદને કારણે અનેક જગ્યા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાવનગરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજાના પાવઠી ગામે રહેતો જીંજાળા પરિવારના સભ્યો જૂની કામરોલ ગામે વાલાદાદાના દર્શન કરીને પર ફરી રહ્યો હતો, વરસાદને કારણે જૂની કામરોલ પાસેના કોઝવે પર પાણી વહી રહ્યું હતું. તેમ છતા પાણીના ધસમસતા પ્રવાહમાં પરિવારના સભ્યોએ કાર નાંખી હતી, જેના કારણે તેમની કાર પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને કાર નદીમાં ખાબકી હતી.
 
પાવઠી ગામનો પરિવાર જૂની કામરોલ ગામે દર્શન માટે ગયો હતો
તળાજા તાલુકાના પાવઠી ગામના જીજાળા પરિવારના પાંચ લોકો આજે પોતાની વેગનઆર કાર લઈને જૂની કામરોલ ગામે દાદાના દર્શન કરવા માટે ગયા હતા. કારમાં દંપતી, તેના બે સંતાનો અને માતા સવાર હતા. જીજાળા પરિવારના સભ્યો જૂની કામરોલ ગામમાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોઝવે પરથી પસાર થઈ રહેલા પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાવા લાગી હતી અને નદીમાં ખાબકી હતી. જેમાં કાર ચલાવી રહેલો યુવક અને તેનો પુત્ર બહાર નીકળી જતા બચાવ થયો હતો. જ્યારે કારમાં સવાર યુવકના પત્ની, માતા અને પુત્રી બહાર ન નીકળી શકતા કાર સાથે પાણીમાં ડૂબી ગયા હતા.
 
મૃતકોના નામની યાદી
 
દયાબેન ભદ્રેશભાઈ જીજાળા
મુક્તાબેન વેલાભાઈ જીજાળા
અરમીબેન ભદ્રેશભાઈ જીજાળા
 
ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળ પર પહોંચ્યા
તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ પાસે કાર નદીમાં ખાબકી હોવાની જાણ થતા તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે ત્રણ લોકોના મોત નિપજ્યાની જાણ મૃતકોના પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.