રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (13:35 IST)

વડોદરાના ફેક્ટરી માલિક પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક અને તેમના પુત્રએ રેલવે ટ્રેક પર પડતુ મૂકીને આપઘાત કર્યો છે.ટ્રેનની જોરદાર ટક્કર વાગતા બંનેના માથા ઘડથી અલગ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
 
મકરપુરા રેલવે સ્ટેશન નજીક ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કર્યો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે.