રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (12:48 IST)

સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો બદલો લેશે આ ગેંગ, 2 દિવસમાં મોટી ઘટનાની આશંકા

`

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પછી મોટા ગેંગવોરની આશંકા છે. ઉલ્લેખનીય છે કે એક ફેસબુક પોસ્ટ દ્વારા સિંગરના મોતનો બદલો લેવાની વાત કરવામાં આવી રહી છે. સાથે જ એવુ પણ કહેવાય રહ્યુ છે કે આ ધમકીના તાર ગેંગસ્ટર નીરજ બવાના સાથે જોડાયેલા છે. રવિવારે પંજાબના જવાહર કે ગામમાં મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બવાના સાથે જોડાયેલ એક સોશિયલ હેંડલે આ ઘટના પર જવાબી કાર્યવાહી કરવાનુ એલાન કર્યુ છે. રિપોર્ટ મુજબ હેંડલ પર શેયર સ્ટોરીમાં કહેવામાં આવ્યુ છે કે સિદ્દૂ મૂસેવાલા દિલમા હતો ભાઈ. બે દિવસમાં પરિણામ આપશે. આ પોસ્ટ તિહાડ જેલમાં બંધ બવાનાને ટૈગ કરવામાં આવ્યુ હતુ.  હાલ ગેંગસ્ટર હત્યા અને ખંડણીના અનેક મામલાની સજા કાપી રહ્યુ છે. 
 
હાલ આ સ્પષ્ટ નથી કે પોસ્ટ કોણે લખી હતી. પણ આ ધમકીના તાર બવાના સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.  રિપોર્ટ મુજબ તાજેતરમાં જ નીરજ બવાના ગેંગના સભ્ય ભૂપ્પી રાણાના હૈંડલ પરથી આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી. ગેંગસ્ટરના સહયોગી દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સુધી ફેલાયેલ છે. 
 
પોસ્ટમાં પંજાબી ગાયકની હત્યાને દુખદ બતાવવામાં આવી હતી. સાથે જ આ મામલે શંકાસ્પદ લોરેંસ બિશ્નોઈ અને તેના મિત્ર ગોલ્ડીની પણ આલોચના કરવામાં આવી હતી. 
 
રિપોર્ટ મુજબ ભુપ્પી રાણા તરફથી કરવામાં આવેલ પોસ્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે બિશ્નોઈ ગેંગે મુસેવાલા પર મિદૂખેડા અને પંજાબના વિદ્યાર્થી નેતા ગુરલાલ બરાડની હત્યાઓના ખોટા આરોપ લગાવ્યા છે. પોસ્ટના મુજબ સિદ્દૂ મૂસેવાલાની આ હત્યાઓમાં ଓ કોઈ ભૂમિકા હોતી નથી. અમે આ સ્પષ્ટ કરી રહ્યા છે કે દરેક વ્યક્તિ જેને સિદ્દૂ મૂસેવાલાની હત્યામાં મદદ કરી છે તેને જવાબદાર માનવામાં આવશે. તેમના મોત નો બદલો જલ્દી જ લેવામાં આવશે. અમે હંમેશા તેના પરિવાર અને મિત્રોની મદદ કરીશુ.