ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (15:01 IST)

વાંસદાના ધારાસભ્ય સહિત હજારો આદિવાસી રસ્તા પર ઉતર્યા, ડેમ બનાવવાનો વિરોધ કર્યો, ધરમપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો

વલસાડના ધરમપુરમાં સૂચિત પૈખેડ ડેમને લઈ આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા હતા. જ્યા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં આવેદન પત્ર આપશે. ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો. આદિવાસીઓએ નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.ધરમપુરમાં સૂચિત ડેમનો આદિવાસીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ધરમપુરમાં ડેમ નહીં બનવા દઈએ જેવા બેનરો, તેમજ કાળા વાવટા સાથે આદિવાસીઓએ વિરોધ પ્રદશન કરી ધરમપુરમાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં આદિવાસીઓ જંગલ વિસ્તારમાંથી ધરમપુર પહોચ્યા હતા. જેને લઈ ધરમપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. ધરમપુરને ઘેરવા ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો.સુચિત ડેમનો ધરમપુરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. વાસંદાના ધારાસભ્યની આગેવાનીમાં તેમજ આદિવાસી નેતાઓની હાજરીમાં જંગી રેલી નિકળી હતી. ધરમપુરના ઈતિહાસમાં પહેલી વાર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધરમપુરમાં બિરસા મુંડા સર્કલથી આદિવાસીઓએ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપશે.