ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (08:44 IST)

વડોદરા શહેરને પણ હવે મળશે પોતાની મેટ્રો

ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરાવાસીઓને પણ મેટ્રોની સુવિધા મળશે. વાત જાણે એમ છે કે, વડોદરામાં રૂપિયા 5,608 કરોડના ખર્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે.
 
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે વડોદરામાં પણ ભવિષ્યની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. હવે વડોદરા શહેરને મેટ્રો રૂપી ભેટ મળવા જઈ રહી છે.
 
નવા વર્ષના ભેટ સ્વરૂપે વડોદરા શહેરને 5608 કરોડનાં મેટ્રો પ્રોજેક્ટનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ મેટ્રો પ્રોજેક્ટમાં 43.2 કિ.મી.લાંબો મેટ્રો ટ્રેક બિછાવવાની કવાયત હાથ ધરાશે.