રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (16:39 IST)

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગર ખેંચી ગયો, ફાયર બ્રિગેડને યુવકનો મૃતદેહ હાથ લાગ્યો

vadodara news
vadodara news
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર ખેંચી જતા દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નદીમાં બોટ ઉતારી મગરને પથ્થરો મારતા મગરે પોતાના જડબામાં રહેલા યુવકને છોડી દીધો હતો.

ફાયરની ટીમે યુવકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો પણ યુવકે દમ તોડી દીધો હતો. પોલીસે યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.વડોદરાના ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં આજે સવારે એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો હતો. આ ઘટના કોઈ વ્યક્તિએ જોતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સમયે મગર યુવકને ખેંચીને લઈ જઈ રહ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. નદીમાં ઘણા મગર હોવાથી ફાયર બ્રિગેડની ટીમને રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મગર યુવકના મૃતદેહને ખેંચીને દૂર લઈ જઈ રહ્યો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં વિઘ્ન આવ્યું હતું. જોકે, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને યુવકની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.