શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2022 (15:40 IST)

વીર નર્મદ યુનિ.નું બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું, પરીક્ષા રદ્દ

veer narmad
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે, એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતાં શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી.યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારી સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, કલાક પહેલાં જ પેપર ખુલ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. તથા સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે. જેથી એક્ઝામ સુપ્રીન્ટેડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.