ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (08:58 IST)

Weather - અંબાલાલ પટેલ આગાહી વાવાઝોડા, કમોસમી વરસાદ પડશે

Weather updates- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી પવનની ગતિમાં વધારો થશે.   26 માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 26 એપ્રિલથી 10 મે દરમિયાન ગુજરાતમાં આંધી અને વંટોળ આવવાની પણ શક્યતા છે. 
 
ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વીજળી અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, પશ્ચિમ બંગાળમાં 17 થી 20 માર્ચ વચ્ચે કરા અને વાવાઝોડાની સંભાવના છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇરાનની આસપાસ સર્જાયું છે. જે ભારતમાં પહોંચવાની શક્યતા છે. આ સિસ્ટમ 20 માર્ચની આસપાસ ભારત  પહોંચશે.
 
અંબાલાલે 26 માર્ચથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટછવાયા સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો એપ્રિલના અંતમાં એટલે કે 26 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.
 
 અમદાવાદમાં 36 ડિગ્રીથી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 34ની આસપાસ રહી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાનમાં ઘરખમ ફેરફાર નહિ જોવા મળે.  દ્વારકા અને ઓખામાં 30થી નીચે તાપમાન રહે તેવી શક્યતા છે. પવનની ગતિમાં કોઇ ખાસ ફેરફાર જોવા નહિ મળે. માર્ચ બાદ એપ્રિલથી આકાર તાપની શરૂઆતનો અનુમાન સેવાઇ રહ્યો છે.

Edited By-Monica Sahu