શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (12:23 IST)

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્રકાર પરિષદ, બોલ્યા - હુ ત્રીજા લગ્ન કરવાનો છુ અને સક્રિય રાજકારણમાંથી થોડો વિરામ લેવા માંગુ છુ

bharat singh solanki
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેનો વિવાદ છેક રાહુલ ગાંધી સુધી પહોંચતા કૉંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશના સિનિયર નેતાને આ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જેની અસર રૂપે આજે ભરતસિંહ સોલંકીએ એક  પત્રકાર પરિષદ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને ફક્ત મારી મિલકતમાં રસ છે. તે મ આરા મરવાની રાહ જોઈ રહી છે.   મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.
 
વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે
તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિ ગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યાં છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું.7 મહીનાનનો જવાબ આપવાનો છે.
 
વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે
અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ. પણ વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. જ્યાં લગ્ન થયા ના 15 વર્ષ સુધી કોઈ સબંધ ન હોય માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે.હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે.
 
હવે આ બાબતે કોર્ટ નક્કી કરશે
આ દેશ સ્ત્રી દાક્ષિણ્યનો છે. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને બરોડાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યાં. મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે તે શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરા ધાગા કર્યાં અને પુછતી કે આ ક્યારે મરશે.
 
નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો
જ્યારે મારા જીવન જોખમ આવ્યું તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોય તો મારે ચુકવવાની આવી હોત. એટલે મેં કહ્યું કે આ મારા કહ્યામાં નથી.તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મેં ટીકીટ વહેંચી એવાં આક્ષેપ કર્યા. અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયા હતાં. આજે મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે.મેં નોટિસ 12 જુલાઈ 2021ના રોજ નોટીસ આપી હતી. તેણે 29 માર્ચે આવીને બેવરલી હિલ્સની કબજો લઈ લીધો.