ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (17:56 IST)

કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ ખતરો ક્યાં? દેશમાં અમદાવાદ 7 નંબરે, ગુજરાતમાં પહેલાં સ્થાને

દેશમાં કોરોનાની મહામારીની  ત્રીજી લહેરની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ(પુણે) દ્વારા રિસ્ક ધરાવતા 446 સિટી સાથે હેઝાર્ડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ ખતરો ધરાવતા સિટીઓમાં દિલ્હી એક અને મુંબઈ બીજા સ્થાને છે. જ્યારે અમદાવાદ સાતમા સ્થાને છે. ગુજરાતમાં અમદાવાદ પહેલાં સ્થાને છે. IISER દ્વારા તૈયાર કરાયેલા હેઝાર્ડ મેપમાં કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેરને આધારે સર્વે કરવામાં આવે છે. જેમાં કેટલાક શહેરો કે જ્યાંથી સૌથી વધુ ટ્રાવેલિંગ થયું હોવાને કારણે મહામારી વધુ ફેલાય છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે એક શહેરમાંથી બીજા શહેરમાં વાઇરસને ફેલાવવામાં 26 દિવસનો સમય લાગે છે. તેથી કેટલાક શહેરોમાં ટ્રાવેલિંગ કરવાનું ટાળવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સૌથી વધારે અસરગ્રસ્ત શહેરો પૈકીના છે. આ શહેરોમાં જો કોઈ વ્યક્તિ ટ્રાવેલિંગ કરે તો તેના થકી વાઇરસ વધુ પ્રમાણમાં ફેલાઈ શકે છે.હેઝાર્ડ મેપ એવો વિસ્તાર શોધે છે જેમાં મહામારી ફાટી નીકળે અને બીજા સ્થળે ફેલાય શકે છે. મેપ ઈન્ડિયન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ(પુણે)એ બનાવ્યો છે. જેમાં રિસ્ક ધરાવતા 446 સિટી(જેમાં 1 લાખથી વધુ વસતી છે.)માંથી જાણકારી આપે છે કે ત્યાં ટ્રાવેલ કરવામાં રિસ્ક છે. સર્વેમાં સિટી અને જિલ્લાનું તંત્ર માહિતી આપે છે. હેઝાર્ડ મેપથી ટ્રાન્સપોર્ટેશન રોકવામાં મદદ કરી અને મહામારીને ફેલાવતા અટકાવી શકાય છે અથવા ફેલાવાને ધીમો કરી શકાય છે.હેઝાર્ડ રેન્ક દર્શાવે છે કે ક્યાં સિટીમાં રિસ્ક છે. જ્યાંથી ઈન્ફેક્શન વધી શકે છે. રોગચાળો ફાટી નીકળવાનું લોકેશન હેઝાર્ડ રેન્ક સિટીને દર્શાવે છે. ઓછો રેન્ક(જેમ કે સુરતનો 5 રેન્ક છે તો તે રિસ્ક એરિયા છે. વલસાડનો રેન્ક 70 છે તો ત્યાં રિસ્ક ઓછું છે) હોય તેમ વધારે રિસ્ક છે.હેઝાર્ડ મેપની એક ખાસીયત એ છે કે, કોઈ જગ્યાએ મહામારી ફાટી નીકળી છે તો તે આસપાસના વિસ્તારમાં કેટલા સમયમાં પહોંચે છે પણ જણાવે છે. જેમ કે, મુંબઈથી મહામારીને અમદાવાદ-સુરત પહોંચતા 26 દિવસ થાય. આ સાથે ગુજરાતના પણ ઝડપથી ક્યાં ફેલાય શકે તેને પણ રેન્ક આપવામાં આવ્યા છે. જેમ કે અમદાવાદમાં છે તો પછી વડોદરા, રાજકોટ અને સુરતમાં વધારે અસર કરે. ગાંધીનગરમાં અમદાવાદથી નજીક હોવાથી તેને રેન્કમાં 9 નંબર અપાયો છે.હેઝાર્ડ મેપમાં કોવિડના કેસનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેના લોકેશન નક્કી કરે છે. ત્યારબાદ તેમાંથી ટ્રાન્સપોર્ટેશનની માહિતી સાથે તેને અટકાવવાની માહિતી આપે છે. એક સર્વે પ્રમાણે આ મેપ ઝડપથી વોર્નિંગ આપતું ટૂલ્સ છે. જેથી કોઈ સિટીમાં ટ્રાવેલ કરતા પહેલાં ત્યાં રિસ્ક છે કે નહીં તે જાણી શકાય છે.