ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (15:18 IST)

સાળી સાથેના અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીને કચરામાં ફેંકી

બે દિવસ પહેલા પ્લાસ્ટિકની થેલીમાં નવજાતને ફેંકનાર પિતા ઝડપાયો

પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાની ઘટનામાં સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી જોડે અનૈતિક સંબંધો હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશની સાળી જોડે આડાસંબધોમાં તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સાળી સાથેના સંબંધોની પોલ ખુલ્લી ન પડે તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચિન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાથે રહેતો હતો.
 
ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં સાળીને લઈ ગયો પણ ત્યા પરિવારની માહિતી માંગતા ત્યાથી નીકળી ગયા. આમતેમ ફરતા સાળીની ડિલીવરી રસ્તામાં જ થઈ જવા ગઈ,  તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તેણે પ્લાસ્ટિકની થેલીમાં નવજાતને પાંડેસરામાં કચરાના ઢગલામાં ફેંકી દીધી. પોલીસ પૂછપરછમાં જ્યારે સાળીએ મેડિકલ તપાસ કરવાની ના પાડી તો ભાંડો ફૂટી ગયો. 
 
ઉલ્લેખનીય છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલાં કચરાના ઢગલા પરથી પ્લાસ્ટિકની થેલીમાં લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી.  રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતાં નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી હોવાનુ જણાયુ. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે. 
 
મશીન ઓપરેટર ભરત ઠાકોરે જણાવ્યું હતું કે થેલીમાં બાળકી લોહીથી લોથપોથ હાલતમાં હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. જોકે આ બાબતે 108ના EMTએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જતો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં હું ઊભો રહી ગયો હતો. બસ, આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થઈ  રહ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે.