ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:41 IST)

વર્ક કલ્ચર-વિઝન 2025:વર્ચ્યુઅલ નેશનલ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી 250થી વધુ પ્રતિનિધિઓએ આપી હાજરી

કોવિડ-19 મહામારીના કારણે દુનિયાભરના વર્ક કલ્ચરમાં પરિવર્તન આવ્યુ છે અને રિમોટ વર્કીંગ કેન્દ્ર સ્થાને  રહ્યું છે ત્યારે  હાઈબ્રીડ વર્ક કલ્ચર- વિઝન-2025  વિષયે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનુ શનિવારે  કેલોરેક્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ક્રમશઃ સામાન્ય પરિસ્થિતિની પુનઃ સ્થાપના થઈ રહી છે અને દુનિયા મહામારી સામે સંઘર્ષ કરી રહી છે. 
 
ત્યારે વિવિધ ક્ષેત્રોનાઔદ્યોગિક સહયોગીઓએ ભારપૂર્વક જણાવ્યુ હતું કે કોરોના મહામારી પછીના કાળમાં હાઈબ્રીડ વર્ક કલ્ચર કેવી રીતે વ્યાપક સ્વીકાર્ય બન્યુ છે. દેશના ખૂણે ખૂણેથી આ વર્ચ્યુઅલ કોન્ક્લેવમાં વિવિધ ક્ષેત્રોમાંથી હાજરી આપી રહેલા ઓછામાં ઓછા 250થી વધુ પ્રતિનિધિઓએ વિવિધ ઉદ્યોગોએ અપનાવેલી ઉત્તમ પ્રણાલીઓ અંગે વાત કરી હતી.
 
વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોના  પ્રસિધ્ધ નિષ્ણાતોએ જેમાં  કામ કરવા માટેના બદલાતા જતા વાતાવરણ અને મહામારી પછી અમલમાં આવેલા મોડેલ તથા તેમાં સામનો કરવા પડતા હોય તેવા પડકારો અને વિવિધ ઉદ્યોગોએ કેવી રીતે આ પડકારો હલ કર્યા હતા તે અંગે  ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેવી આ કોન્ક્લેવમાં કેલોરક્સ ગ્રુપના એમડી અને સીઈઓ ડો. મંજૂલા પૂજા શ્રોફે વિશેષ પ્રવચન  આપ્યુ હતું.
 
ખાસ પ્રવચન રજૂ કરતાં ડો. શ્રોફે જણાવ્યું હતું કે “રિમોટ વર્ક કલ્ચર આંતરિક રીતે ફ્લેક્સિબલ હોવાથી તેના  કેટલાક લાભ છે.  લોકો આવન-જાવનમાં વેડફાતો સમય બચાવી શકે છે અને પોતાના પરિવારને પણ વધુ સમય આપી શકે છે. તણાવ અને  થાકમાં ઘટાડો થાય છે અને સાથે સાથે જ્યારે કામ અંગે વાત કરવાની હોય ત્યારે લોકો પોતાના સાથીદાર સાથે જોડાઈ શકે છે. 
 
શિક્ષણ ક્ષેત્રે શાળાઓ, કોલેજો, શિક્ષકોઅને વિદ્યાર્થીઓએ મહામારી પછી જે કટોકટી  ઉભી થઈ તેમાં સારો પ્રતિભાવ આપ્યો છે. આમ છતાં, બંને મોડેલ વચ્ચે સમતુલા જાળવવી જરૂરી બની રહે છે. આથી આગામી દિવસોમાં હાઈબ્રીડ વર્ક મોડેલ લાંબા સમય સુધી વધુ  સ્વીકાર્ય બનશે તેવી અપેક્ષા છે, કારણ કે તે  સંસ્થાના  વર્ક કલ્ચરના પરફોર્મન્સ  આધારિત છે અને સાથે સાથે પરિવર્તનને પણ અપનાવી લે છે.”
 
મુખ્યમંત્રીની ઓફિસ (સીએમઓ), ગાંધીનગર ખાતે એડવાઈઝર, મિડીયા અને કોમ્યુનિકેશન, ડો. જય થરૂરે  તેમના ખાસ પ્રવચનમાં જણાવ્યુ હતુ કે ન્યૂ નોર્મલ સાથે  બહેતર  રીતે બંધ બેસે તે માટે ટેકનોલોજીની ભૂમિકા મહત્વની બની રહે છે. ડો. થરૂરના જણાવ્યા પ્રમાણે માનવ એ  પરિસ્થિતિ સાથે  સૌથી વધુ અનુકૂલન સાધે તેવી પ્રજાતિ છે  અને એ મૂજબ લોકોએ મહામારી પછીના સમયમાં કામ કરવા બાબતે તથા બિઝનેસમાં ન્યુ નોર્મલને અપનાવી લીધુ છે.
 
તેમણે જણાવ્યુ હતું કે “લોકો પરિવર્તન બાબતે કેવો પ્રતિભાવ આપે છે તે અંગે મહામારી પછી ટેકનોલોજીએ મહત્વની ભૂમિકા બજાવવાની છે. માહિતી ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તેનાથી તથા ગુજરાતમાં આસાનીથી ટેકનોલોજી ઉપલબ્ધ થવાના કારણે લોકો એકબીજા સાથે આસાનીથી પહોંચી શકતા હતા. તેનાથી માત્ર રિમોટ વર્કીંગ જ નહી ઓનલાઈન શિક્ષણ પણ શક્ય બન્યુ છે. ” તેમણે કહ્યું કે “ આગળ જતાં  કામકાજનુ હાઈબ્રીડ મોડલ ટકી રહેવાનુ છે.”
 
ચર્ચામાં  જે પ્રતિષ્ઠિત પેનલીસ્ટસ સામેલ થયા હતા તેમાં હેડ-એચઆર, મુદ્રા અને તુના પોર્ટ, એપીએસઈઝેડ, અરિંદમ ગોસ્વામી,  દેવ આઈટી લિમિટેડના સહ-સ્થાપક અને ચેરમેન પ્રણવ પંડયા, સન બિલ્ડકોનના એમડી વિરલ શાહ, લેબલ જાગૃતિનાં કો-ઓનર હેલી શાહ, બામર લોરી એન્ડ કંપની લિમિટેડના વાઈસ પ્રેસીડેન્ટ એચઆર, પાર્થો ચેટરજી, રાજીવ જોબ્સનાં માલિક કુ. રિતિકા બજાજ, ગ્લોબલ ટ્રાન્સફોર્મેશન કન્સલ્ટીંગનાં ચીફ કન્સલ્ટન્ટ-મેનેજમેન્ટ એન્ડ ઈનોવેશન અને સિન્યર કન્સલ્ટન્ટ મનોજ ઓન્કારનો સમાવેશ થતો હતો.
 
ભવિષ્યમાં હાઈબ્રીડ વર્ક કલ્ચર માટે ક્લાઉડ ટેકનોલોજી  મહત્વની બની રહેશે તેવી વાત ભારપૂર્વક જણાવતાં દેવ ઈન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડના સ્થાપક અને ચેરમેન પ્રણવ પંડયાએ જણાવ્યું હતું કે “ દુનિયાભરમાં કલાઉડ ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટી આઈટી સેકટર માટે ન્યૂ નોર્મલ બની ગઈ છે. 
 
કલાઉડ ટેકનોલોજી માટે મહામારી ઉદ્દીપકમાં રૂપાંતર પામી છે અને ખૂબ અસરકારક માર્ગ બની છે. દરેક વ્યક્તિના માટે ઘરેથી કામ કરવાનુ સંભવિત બનતુ નથી પણ કલાઉડ ટેકનોલોજી મારફતે વર્ચ્યુઅલ ઓફિસ  સ્થાપી શકવાથી આપણુ કામ પોતાના સમયે અપલોડ કરવાનુ શકય બનતાં ઘણા લોકોને સહાય થઈ છે. કલાઉડ ટેકનોલોજી આગળ ધપવા માટે ખૂબ જ સલામત, આસાન અને કાર્યક્ષમ છે.  આ ટેકનોલોજી ખૂબ જ આસાન હોવાથી લેપટોપનુ પાયાનુ જ્ઞાન હોય તે પૂરતુ છે. ” 
 
પેનલીસ્ટોએ રિયલ એસ્ટેટ જેવા ઉદ્યોગોએ જે પડકારોનો સામનો કરવો પડે છે તે અંગે ચર્ચા કરી હતી કારણ કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે જટીલ બાબતની વ્યવસ્થા ગોઠવવાનુ માનવ સ્ત્રોતોની અનિશ્ચિતતાને કારણે, રિમોટ પધ્ધતિથી કામ કરવાનુ અશકય છે આથી હાઈબ્રીડ વર્કીંગ મોડેલની ભૂમિકા વૃધ્ધિના લક્ષ્યાંકો પાર પાડવા માટે યોગ્ય સમતુલા પૂરી પાડે છે.
 
કેલોરેકસ ગ્રુપની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં જે ઉંડાણભરી સમજ આપવામાં આવી તેને સામેલ થયેલા પ્રતિનિધિઓએ વ્યાપકપણે આવકારી હતી અને તેની પ્રશંસા કરી હતી. શિક્ષણ ક્ષેત્રે વૈચારિક નેતૃત્વ પૂરૂ પાડતા કેલોરેક્સ ગ્રુપ દ્વારા આગામી મહિનાઓમાં સુસંગત વિષયો પર આ પ્રકારના કેટલાક રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ઓનલાઈન સમારંભોનુ આયોજન કરવામાં આવ્યુ છે.