તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારની હાજરીમાં બાળકોએ ઉજવ્યો વર્લ્ડ સિનિયર સીટીઝન ડે

Last Modified શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (15:20 IST)
અમદાવાદ: દાદા -દાદી પરિવારના મોટા ખજાના સમાન, પ્રેમના હેતાળ વારસાના સ્થાપક તથા વાર્તાઓનો મોટો ખજાનો ધરાવનાર તથા પરંપરાઓ જાળવનાર બની રહેતા હોય છે. દાદા-દાદી પરિવારના મજબૂત પાયા સમાન હોય છે. દરવર્ષે તા. 21 ઓગસ્ટના રોજ વર્લ્ડ સિનિયર સીટીઝન ડે મનાવવામાં આવે છે. કેલોરેક્સ પબ્લિક સ્કૂલ ઘાટલોડીયામાં દાદા-દાદીના સન્માન તથા તેમના માટે ગૌરવ દર્શાવી મંગળવારે વર્લ્ડ સિનિયર સીટીઝન ડેની ઉજવણી ગ્રાન્ડ પેરેન્ટસ ડે તરીકે કરવામાં આવી હતી.
આ સમારંભમાં 200થી વધુ દાદા-દાદી હાજર રહ્યા હતા. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર જીતેન્દ્ર ઠક્કર આ સમારંભમાં પ્રમુખ સ્થાને હતા. આ પ્રસંગે દાદા-દાદી માટે વિવિધ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકોએ ખૂબ જ રોમાંચ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.આ પણ વાંચો :