આસ્થા અને અંધવિશ્વાસના આ પથ પર અમારી મંઝિલ હતી ઉજ્જૈન નજીકનું રલાયતા ગામ. અમે સાંભળ્યું હતુ કે આ ગામમાં રહેતી એક વૃદ્ધા ગમે તેવી પથરી કેમ ન હોય બસ તેને મોંઢાં વડે કાઢી નાખે છે. આ વાત વિષે વધુ જાણવા માટે અમે તે ગામમાં જવાનું નક્કી કર્યુ. અમે ઉજ્જૈનની બહાર બનેલાં કાલિદેહ પૈલેસની આગળ ગયા તો વિચાર કર્યો કે કોઈને રલાયતા ગામનો રસ્તો પૂછી લેવો જોઈએ.
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...
થોડીજ વારમાં અમને એક ગોવાળ દેખાયો. અમે જ્યારે તેને રલાયતા ગામનો રસ્તો પુછ્યો તો તેણે તરતજ સામેથી વળતો સવાલ કર્યો શુ તમારે પથરી કાઢવી છે? અમે કહ્યું હા, એવું જ સમજો.
તેણે કહ્યું કે તો આમ તેમ શા માટે ભટકો છો. સામે જ એક રસ્તો છે, ત્યાં તમને જે મળે તેઓને આગળનો રસ્તો પૂછી લેજો. તમે સાચી જગ્યાએ પહોંચી જશો. અમે તેની સલાહ માનીને તે રસ્તે ગયા અને થોડીજ વારમાં સીતાબાઈની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા.
અહીં આવતાં અમે જોયું તો દુર્ગા માતાજીનાં મંદિરની દીવાલની આડમાં એક વૃદ્ધ સ્ત્રીને લોકોએ ઘેરી મુકી હતી. તેની પાસે ગયા તો ખબર પડી કે આ તે જ સીતાબાઈ છે જે મોઢાં વડે પથરી કાઢી નાખે છે. તેની આસપાસ સારવાર કરાવવા માંગતાં લોકોની ભીડ હતી. સીતાબાઈ એકાગ્રતાથી પોતાનું કામ કરી રહ્યાં હતા. તે એક વ્યક્તિને નીચે સુવાડતી, અને તેને પૂછતી કે ક્યાં દુ:ખી રહ્યું છે, પછી તે ભાગને ચૂસતી. થોડી ક્ષણોમાં સામે બેસેલા છોકરાને પોતાના મોઢાંમાંથી પથરી કાઢી આપી દેતી.
આ પ્રક્રિયા લગાતાર લાંબા સમય સુધી ચાલતી રહી. જેવો જ તેમને થોડો સમય મળ્યો કે અમે પ્રશ્નોનો મારો ચલાવ્યો. સીતાબાઈ એ કહ્યું કે "હું છેલ્લા 18 વર્ષોથી પથરી કાઢવાનું કામ કરી રહી છું.' પોતાની વાતને આગળ વધારતા તેઓએ કહ્યું કે, " હું હવા છું અને મારા 52 સ્થાન છે. દરેક જગ્યાએ હું અલગ અલગ કામ કરું છું. સારવારનો મૂળ મંત્ર માં પ્રત્યે શ્રધ્ધા છે. વિશ્વાસ સાચો હશે તો યોગ્ય સારવાર થશે નહિ તો કશુ જ નહિ થઈ શકે'.
આટલું બોલીને તે ફરી પોતાના દર્દીઓની સારવારમાં લાગી ગયા. એક તરફ સીતાબાઈ દ્વારા સારવાર ચાલી રહી હતી.
બાજુમાં એક બ્રાહ્મણ, પીડિત લોકોને પાલક, ટમેટાં, રીંગણા નહી ખાવાની સલાહ આપી રહ્યાં હતા. અને ત્યાંજ તુલસીના પાન, બીલપત્રનું ચૂર્ણ દવા તરીકે આપવામાં આવી રહ્યું હતું. જે ત્રણ દિવસ સુધી સાંજે ખાવાની સલાહ આપવામાં આવી રહી હતી. સીતાબાઈ પાસે સારવાર કરાવવાં માટે રાજસ્થાન, કાનપુર, ગ્વાલિયર વગેરે જુદી જુદી જગ્યાઓથી લોકો આવ્યાં હતા.
સર્વેક્ષણમાં ભાગ લેવા માટે અહીં ક્લીક કરો...
|