આસ્થા અને શ્રદ્ધાની ભાવનામાં વહીને વ્યક્તિ શું નથી કરી બેસતો..... આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે તમને બતાવી રહ્યા છે શક્તિ પૂજા. ખાસ કરીને નવરાત્રિમાં શ્રદ્ધાળુઓનો હોય છે અનેરો ઉત્સાહ. આસ્થાના આ સમુદ્રમાં ભક્તો કદી પોતાના શરીરને તકલીફ પહોંચાડીને દેવીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે તો કદી 'દેવી આવજો' આવું માનીને અજબ-ગજબની હરકતો કરે છે. આમ તો શક્તિ પૂજામાં ઉત્સાહનું આવું દ્રશ્ય બહુ સામાન્ય ગણાય છે. પણ નવરાત્રિના સમયે ઉત્સાહનો આ દરિયો પોતાની દરેક સીમા પાર કરી જાય છે. ગલી-ગલીમાં બનેલા દુર્ગા મંદિરની બહાર લોકો પાગલોની જેમ ઝૂમતા-નાચતા જોવા મળે છે. આ લોકોને ન તો પોતાના શરીર પર કાબૂ હોય છે કે ન તો મગજ પર...
સૌથી પહેલા અમે ઈંદોરના એક દુર્ગા મંદિર તરફ વળ્યા. કહેવાય છે કે અહીંના પૂજારીને દુર્ગા માતા આવે છે. જ્યારે અમે ત્યાં ગયા તો, ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા. ત્યાંના કેટલાય લોકો વિચિત્ર રીતે ઝૂમી રહ્યા હતા. ત્યાંના મુખ્ય પુજારી સળગતી કપૂર પોતાના મોઢામાં મુકીને અને તલવાર હાથમાં લઈને ભક્તોની વચ્ચે કૂદી રહ્યા હતા. અહીં આવેલા શ્રધ્ધાળુઓ તેમને દેવી માનીને પૂજી રહ્યા હતા. સાથે જ બીજા ભક્તો પણ ગાંડાની જેમ ઝૂમી રહ્યા હતા. આમાંથી કેટલાક લોકો તો મોટા ધંધાર્થીઓ અહીં સુધી કે સરકારી કર્મચારીઓ પણ હતા. બીજી બાજુ ભક્તોની ભીડમાં પણ દરેક વર્ગના લોકો હતા. જ્યારે અમે પૂજારી સુરેશ બાબા જોડે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે વર્ષોથી તેમને માઁતા આવે છે. આ વરદાન તેમને ઓઁકારેશ્વરમાં સ્નાન કરતા સમયે મળ્યું હતુ. શરીરમાં માતા આવે ત્યારે તેમના દરવાજે આવેલો કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો નથી જતો. અહીં આવીને તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે.
અહીંથી નીકળીને અમે ઘાર રોડ પર બનેલા કેટલાંક નવા ગામ તરફ વળ્યાં. ગામ પાસે બનેલા તળાવમાં લોકોની શક્તિ પૂજા જોઈને કોઈને પણ ડર લાગી જાય. કેટલીક સ્ત્રીઓ ભાવુક થઈને પોતાની જીભ પર તલવાર ફેરવી રહી હતી... લોકો જુદી-જુદી રીતે પોતાના શરીરને તકલીફો આપી રહ્યાં હતા.
|