મુખ પૃષ્ઠ > ધર્મ > શ્રદ્ધા-અંધશ્રદ્ધા > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રદ્ધાળુઓ શરીર બાળીને પ્રાયશ્ચિત કરે છે !
સળગતી દિવેટો વડે માલિશ, સળગતા કોલસાની પથારી પર નૃત્ય ?
W.DW.D

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમારી સમક્ષ લાવ્યા છે કેરલના પલક્કડ જિલ્લાના શોરનૂર ગામને લઈને આવી રહ્યા છે. અહીંયા આસ્થાની ચરમ છે. જ્યા લોકો પોતાના અપરાધોના પ્રાયશ્ચિતને કરવા માટે બળે છે. પણ ચમત્કારતો એ છે કે અહીયા બળતી દિવેટોથી શેકાયા પછી લોકોને કોઈ પણ પ્રકારનુ નુકશાન નથી થતુ.

અહીયા અયપ્પન વિલ્ક્ક નામની પરંપરા સંપાદિત થાય છે. જે શબરીમાળાના તીર્થ કરતા પહેલા શ્રધ્ધાળુ સંપન્ન કરે છે. મુખ્ય રીતે કેરલના મધ્ય અને ઉત્તરી વિસ્તારમાં આ પ્રથાને સંપાદિત કરવામાં આવે છે.

આ પ્રથાને એક વ્યક્તિ, એક પરિવાર, એક સંસ્થા કે એક સમૂહ પૂરો કરે છે. આ પરંપરામા શબરીમાળા મંદિરના પ્રતિકરૂપે નારિયળ અને તાડના પાંદડા તૈયાર કરે છે. જે એક કળાનું અનુપમ ઉદાહરણ છે. આને પ્રશિક્ષિત વ્યક્તિ જ તૈયાર કરે છે.

પાલ વૃક્ષની શાખાઓને લઈને દળ કાઢવામાં આવે છે અને પરંપરાગત 'થાલપ્પોલી' અને નગારા જેવા વાજિંત્રોને વગાડીને સાંજની વેળાએ પૂજા-અર્ચના કરે છે. અયપ્પા પ્રભુના ભજનો અને પૂજાને પૂરી કર્યા પછી અયપ્પા અને યોધ્ધા બાબરના યુધ્ધનુ નાટક કરવામાં આવે છે.
W.DW.D

'ગુરુતિ' ના પછી અયપ્પન વિલક્કની રીત પૂરી થાય છે. અહીં બે પથપ્રદર્શક કે મહાપુરૂષ મંદિરના પ્રતિકરૂપે ચારે બાજુ નૃત્ય કરતા પ્રદક્ષિણા કરે છે. સાથે જ માર્શલ કળાનુ પ્રદર્શન કરે છે.

રાતની ઉત્તરાર્ધમાં તે પોતાના શરીર પર સળગતી દિવેટોથી માલિશ કરે છે. ત્યારબાદ તે 'ચેદા' નામના ડ્રમની ધુન પર નૃત્ય કરે છે કે દિવેટો ફેરવે છે. ધીરે ધીરે ડ્રમની ગતિની સાથે સાથે તેમના પગ પણ ઝડપ વધારે છે.

લગભગ એક કલાક સુધી ચાલવાવાળી આ પરંપરામા આ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે કે આટલા મોડા સુધી સળગતી દિવેટો ફરાવ્યા પછી પણ શરીરને કોઈ નુકશાન થતુ નથી. શ્રદ્ધાળુઓનુ માનવુ છે કે પ્રભુ અયપ્પાની કૃપાથી તેમને કોઈ નુકશાન થતુ નથી.
W.DW.D

આટલુ જ નહી સળગતા કોલસા પર પણ ચાલવાનો રિવાજ હોય છે જેને સ્થાનિક ભાષામાં 'કનાલ અટ્ટમ' કહેવાય છે. આમા તે મહાપુરૂષ પોતાના સહયોગીઓની સાથે અયપ્પન વિલક્કના મેદાનમાં સળગતા અંગારા પર કૂદે છે અને નૃત્ય કરે છે.

કેટલાક લોકોનુ માનવુ છે કે સતત પ્રશિક્ષણ લીધા પછી લોકો સળગતા કોલસા પર વગર કોઈ નુકશાને નૃત્ય કરે છે, પણ શ્રધ્ધાળુઓનુ માનવુ છે કે આ બધુ પ્રભુ અયપ્પાની કૃપાથી શક્ય છે. તમે આ વિશે શુ વિચારો છો, અમને જરૂર જણાવજો.....
વિડીયો જુઓ
ઘણું બધુ
શ્રી મહાદેવની અનોખી અને અદ્દભુત જેલ  
મહારાષ્ટ્રના ગામમાં ભૂતોનો મેળો...  
મેસોનિક લોજનું રહસ્ય શું છે જુઓ...  
નિ:સંતાન દંપતિને સંતાન આપતું મંદિર  
નક્ષત્રો અને ગ્રહો સાથે મનુષ્યનું જીવન  
ઉજ્જૈનનું અદ્દભુત કાલિયાદેહ પેલેસ