મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » વિધ્નહર્તા ગણેશજીનો સંદેશ
 

W.D
આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના તેનુ કામ કોઈપણ વિઘ્ન વગર પાર પડશે. તેથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીને તમે ધ્યાનથી જોશો તો તમને તેમના વિવિધ અંગો કંઈક ઉપદેશ આપે છે.

- ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ.

- ગણેશજીની નાનકડી આંખો કહે છે કે આપણે ચારેબાજુ દિશાહિન ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. દરેજ કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.

- ગણેશજીના મોટા કાન કહે છે કે આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ. તેમનો સંદેશ છે કે એકગણું બોલીએ અને ત્રણગણું સાંભળીએ.

- ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ.

- ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ.

ગણેશજી સાચે જ મનુષ્યને પ્રેરણા આપનાર છે. આપણે સર્વએ ગણેશજી પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

એ તો સૌ જાણે જ છે કે શ્રી ગણેશ માતા-પિતાના મતલબ શિવ-પાર્વતીના અપાર ભક્ત હતા. તેઓ જ્યા જતા ત્યાંના અવરોધોને દૂર કરતા. આ ઉપરાંત ગણેશજીના ઉપરોક્ત સંદેશ વાંચીને સૌ કોઈ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં વિશ્વાસ જરૂર કરશે.
સંબંધિત જાણકારી શોધો