અમેરિકાથી પધારેલા રીચર્ડ રો એ અનેરા આનંદ સાથે જણાવ્યું હતું કે, ‘‘હું આ સ્પર્ધામાં જજ છું તેથી પતંગ નહીં ઉડાડી શકું.'' આ સ્પર્ધામાં પધારેલા મલેશિયા કાઇટ કલબના ચાર મહાનુભાવોમાંથી રોજર ટેગે જણાવ્યું હતું કે, અમે 1990થી લગભગ મોટાભાગના વર્ષોમાં ગુજરાત આવ્યા છીએ. અમદાવાદમાં દર વર્ષે પવન સારો હોય છે તેથી મજા આવે છે, તેમણે તેમના પતંગના નામો ‘‘પાવર કાઇટ'' , ‘‘સ્કાય ડાન્સર'' જેવાં નામો પણ આપ્યાં છે. તે તેમની વિશેષતા ધ્યાનાકર્ષક હતી. તૂર્કીથી પધારેલ સુશ્રી ઇલીફને ગુજરાતના આ વાતાવરણ ધેલું લાગ્યું છે. ગુજરાતના લોકો સરસ છે તેમજ દયાળું-પ્રેમાળ પણ છે.
ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય પતંગબાજ પીરેરે ફાબ્રેએ બનાવેલી સુંદર પતંગ આજની આ સ્પર્ધામાં સવિશેષ ધ્યાન ખેંચતી હતી. વ્યવસાયે ગ્રાફીક ડીઝાઇનર એવા આ પતંગબાજ પેરીસના વતની છે. તેમણે પતંગના કલર, અવનવા આકારના પતંગ બનાવવામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છ.ે. તેમની આ પાંચમી મુલાકાત સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, હું 1992માં પ્રથમવાર અમદાવાદમાં આવ્યો હતો અને આજે તો ધણું બધુ બદલાઇ રહ્યું છે. આ પતંગ મહોત્સવ સારી રીતે આયોજીત કરવામાં આવ્યો છે. પતંગ મહોત્સવના જજ ભાનુ શાહે પણ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વધુને વધુ લોકો ભાગ લઇ રહયા છે તે માટે આનંદ વ્યકત કર્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધાના નિર્ણય માટે બે ભારતીય અને ત્રણ વિદેશી એમ કુલ પાંચ જજીસે પોતાની સેવાઓ આપી હતી, જેમાં ભાનુભાઇ શાહ, દિલીપભાઇ કાપડીયા તથા ફ્રાન્સના લુડોલીક પેટીસ, યુ.કે.ના બોબ સી, અમેરિકાના રીચર્ડ હર્ડનો સમાવેશ થતો હતો. પ્રવાસન વિભાગના સચિવ શ્રી કિશોર રાવે આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધાના આયોજનની વિગતો આપી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર કાનાજી ઠાકોર, અગ્રણી મહાનુભવો, પતંગ રસીકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં
|