ધર્મયાત્રામાં અમે આ વખતે તમને દર્શન કરાવી રહ્યા છે સૌના આરાધ્ય દૈવ શિરડીના સાઁઈબાબાના. જી હા, આ વખતે અમારી સાથે યાત્રા કરો શિરડીના સાઁઈબાબાના મંદિરની. સૌના માલિક ફકત એક છે.... આ ગૂઢ મંત્ર આપનારા શિરડીના સાઈબાબા(1918....) ભારતમાં ગુરૂ, યોગી અને એક ફકીરના રૂપમાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ વચ્ચે ખૂબ જ સન્માનીય છે. કેટલાક હિન્દુ શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે સાઁઈબાબા શિવ કે દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. તેમને સતગુરૂનુ સન્માન પણ મળ્યુ અને કબીરનો અવતાર પણ માનવામાં આવ્યા.
શિરડીના સાંઇબાબાની ફોટોગેલેરી જોવા અહીં ક્લિંક કરો..
'સાઁઈબાબા' નામ ફારસી અને ભારતીય પાસેથી લેવામાં આવ્યુ છે. 'સાઁઈ' એક ફારસી શબ્દ છે જેનો અર્થ છે પવિત્ર કે સંત, જ્યારે કે ભારતીય ભાષાઓમાં 'બાબા' શબ્દનો પ્રયોગ પિતાને માટે કરવામાં આવે છે. આ રીતે સાઁઈબાબાનો અભિપ્રાય પવિત્ર પિતાથી છે. જન્મથી લઈએ સોળ વર્ષ સુધીની ઉમંરનું તેમનુ જીવન અસ્પષ્ટ છે, તેથી તેમના પ્રારંભિક જીવનથી જોડાયેલા ઘણા બધા અનુમાન અને દંતકથાઓ સાંભળવા મળે છે. પોતાના જીવનકાળમાં તેમણે હિન્દુ અને ઈસ્લામ ઘર્મની એકતા પર બળ આપ્યું છે. લોકની માન્યતા છે કે તેઓ જીવનભર એક મસ્જિદમાં રહ્યા અને તેમના મૃત્યુ પછી તેમનો અંતિમ સંસ્કાર એક મંદિરમાં થયો હતો. આ રીતે તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને જ વર્ગોની પરંપરાઓને નવુ રૂપ આપ્યું. આ તીર્થસ્થાનનું મૂળ સુત્ર 'અલ્લાહ માલિક' છે એટલે કે ઈશ્વર જ સ્વામી છે. સાઈબાબાએ પ્રેમ, દયા, સહિષ્ણુતા, ક્ષમા, શાંતિ અને ભક્તિ જેવા સિધ્ધાંતોનો પાઠ ભણાવ્યો. તેઓ અદ્વૈતવાદ દર્શનના અનુયાયી હતા અને તેમણે ભક્તિ અને ઈસ્લામ, બંનેની ઘારાઓમાં શિક્ષાઓ આપી. મહારાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તેમની લોકપ્રિયતા અપાર છે, પણ તેમના મૂળને લઈને આજે પણ વિવાદ છે.
શિરડીમાં મુખ્ય જોવાલાયક સ્થળો ત્રણ : સમાધિમંદિર, સાંઇબાબા જે સ્થાનમાં રહેતા તે સ્થાન દ્વારકામાઇ, ને સાંઇબાબાનું રુસ્થાન-જ્યાં તેમના ગુરુ પ્રકટ થયા તે સ્થાન. તદ્દ ઉપરાંત ચાવડી, લેંડીબાગ સંગ્રહાલય અને ખંડોબા મંદિર તો ખરાજ.. સમાધિમંદિર ખૂબ જ વિશાળ ને સુંદર છે. એ સ્થળે શિરડીના સિદ્ધપુરુષ સાંઇબાબાએ સમાધિ લીધી છે. એ વાતને તો વરસો વીતી ગયાં, પણ કોઇ ભક્ત પુરુષે પાછળથી હજારો રૂપિયા ખરચીને આજનું સમાધિમંદિર બંધાવ્યું છે. તે અત્યંત આકર્ષક છે. સમાધિમંદિરમાં સામે જ સાંઇબાબાની ખુલ્લી સમાધિ છે. સમાધિ પર ફૂલમાળાઓ પડેલી હોય છે. એક બાજુ અખંડ અગ્નિ સળગ્યા કરે છે. તે જ તરફ સાંઇબાબાની ચરણપાદુકા છે. સામે સાંઇબાબાનું મોટું તૈલચિત્ર છે. સમાધિમંદિરમાં નાતજાતના ભેદ વિના સૌ કોઇ પ્રવેશી શકે છે. પૂજા કરવાનો પણ સૌને અધિકાર છે. સવારે લગભગ સાડાદસ કે અગિયાર વાગે પૂજા થાય છે. તે વખતનું દ્રશ્ય સુંદર હોય છે. પૂજારી ને બીજા ભક્તો સાંઇબાબાની સ્તુતિ ગાય છે ને ખૂબ જ ભાવથી પૂજા પૂરી કરે છે.
પૂજામાં ભાગ લઇને અમે દ્વારકામાઇનાં દર્શને ગયાં. દ્વારકામાઇ એક મસ્જીદ છે એમ કહેવાય છે, પરંતુ મસ્જીદ જેવો તેનો આકાર નથી દેખાતો. નાનું સરખું મકાન છે. તેનાં પગથિયાં ચઢીને અમે ઉપર પ્રવેશ કર્યો. ઉપર સાંઇબાબાનું મોટું તૈલચિત્ર છે. તેમાં સાંઇબાબાની બેઠેલી આકૃતિ છે. આકૃતિ ખૂબ જ આકર્ષક છે.
|