શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

જમદગ્નિ પરશુરામની જન્મભૂમિ

વૈશાખ શુક્લ પક્ષ અખાત્રીજ રોહણી નક્ષત્રમાં આવે છે પરશુરામનો જન્મદિવસ

W.D
ઉત્તરપ્રદેશના શાહજહાઁપુર જનપદથી લગભગ 30 કિમી દૂર શાહજહાંપુર-ફર્રુખાબાદ રોડ પર જિલ્લો જલલાબાદમાં ભગવાન પરશુરામનું જન્મ સ્થળ બતાવવામાં આવ્યુ છે. આ સ્થળને હજારો વર્ષોથી લોકો ખેડા પરશુરામપુરી કહેતા આવે છે. મોગલકાળમાં રુહેલા સરદાર નજીર ખાના પુત્ર રહમત ખાઁ એ તેનુ નામ બદલીને પોતાના વચલા પુત્ર જલાલુદ્દીનના નામ પર જલાલાબાદ કરી દીધુ હતુ. પરંતુ અનેક સ્થળો પર હજુ પણ પરશુરામપુરી લખેલુ છે. લોકોની માન્યતા છે કે પરશુરામે અહીં જ જન્મ લીધો હતો.

સ્થાનીય કોંગ્રેસી સાંસદ અને વર્તમાનમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જિતિન પ્રસાદે રીતસર કેન્દ્રીય મંત્રીને પત્ર લખીને આ મંદિરને પર્યટન સ્થળ જાહેર કરવાની માંગણી કરી છે. સ્થાનિક લોકોની રાજ્ય સરકારને માંગ છે કે પરશુરામ જન્મ સ્થળના આ પરશુરામ મંદિરને પર્યટન સ્થળ જાહેર કરી આનો વિકાસ કરવામાં આવે.

બીજી બાજુ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ભગવાન પરશુરામ મહત્વપૂર્ણ થઈ રહ્યા છે. પરશુરામ બ્રાહ્મણોના સ્વાભિમાન અને ગૌરવનુ પ્રતિક બની ગયા છે. સોશિયલ ઇજનરોના ચાલતા સત્તા હડપવા માટે બ્રાહ્મણોની મદદ મેળવવા માટે તમામ પાર્ટીઓ તેમને લોભાવી રહ્યા છે. બીજી બાજુ બ્રાહ્મણોને પણ ઝડપથી ભગવાન પરશુરામને ભગવાનનો દરજ્જો આપી તેમની પૂજા-અર્ચના શરૂ કરી દીધી છે. અને આને કારણે તેઓ પોતાના આરાધ્ય દેવ ભગવાન પરશુરામનુ જન્મસ્થળ જલાલાબાદમાં આવેલ પરશુરામના મંદિરનો જીર્ણોદ્ધાર કરી વિશાળ મંદિર બનાવવાનો સંકલ્પ લઈ રહ્યા છે. આ કારણે બ્રાહ્મણોએ પોતાના સમાજને એક રાખવાનુ નક્કી કર્યુ છે.
W.D

ગત 1લી ફેબ્રુઆરીએ બ્રહ્મ સમાજ એકતા સંઘર્ષ સમિતિના દ્વારા ભગવાન પરશુરામની જન્મસ્થળના જલાલાબાદમાં આવેલ પરશુરામ મંદિરના જીર્ણોદ્ધાર માટે ભૂમિ પૂજન અને શિલાદાનનું આયોજન કર્યુ. આ આયોજનમાં નૈમિષ વ્યાસ પીઠાધીશ્વર જગદાચાર્ય શ્રી સ્વામી ઉપેન્દ્રાનંદ સરસ્વતી જી મહારાજ અને જ્યોતિષ્ઠાધીશ્વર જગગુરૂ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જી મહારાજ પધાર્યા.

જે સ્થળ પર આજે પરશુરામપુરી આવેલુ છે ત્રેતાયુગમાં આ વિસ્તાર કાન્યકુંજ રાજ્યમાં હતો રુહેલા સરદાર નજીબ ખાનના પુત્ર હાફિજ ખાને આ વિસ્તારમાં એક કિલ્લો બનાવ્યો હતો. આજે આ કિલાના અવશેષો પર તહેસિલનુ ભવન બનેલુ છે. તેમાં પોતાના વચલા પુત્ર જલાલાદ્દીનના લગ્ન ત્યાં આવીને વસનારા અફગાન કબીલામાં કર્યા હતાં અને આ વિસ્તાર પોતાની પુત્રવધુને મહેરમાં આપી દીધો હતો ત્યારથી આ નગરનુ નામ પરશુરામપુરીથી બદલાઈને જલાલાબાદ રાખવામાં આવ્યુ હતુ.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો
પરશુરામપુરી જલાલાબાદમાં ભગવાન પરશુરામનુ અતિ પ્રાચીન મંદિર છે. મંદિરના મધ્યમાં શિવલિંગ છે. સામે ભગવાન પરશુરામની પ્રાચીન મૂર્તિ છે. આવુ માનવામાં આવે છે કે ભગવાન પરશુરામના હાથથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, જેને પછી ભક્તો દ્વારા મંદિરમાં ફેરવાયુ હશે.

W.D
પરશુરામપુરીમાં મંદિર લગભગ 20 ફૂટ ઉંચા સ્થળ પર બનેલુ છે. મંદિરની ઉંચાઈ તેની એકદમ પ્રાચીનતાનુ પ્રમાણ છે. યવનો દ્વારા પરશુરામ મંદિર અનેક વાર તોડવામાં આવ્યુ અને પરશુરામના ભક્તો દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. જીર્ણોધ્ધાર સમયે મલવા નીચેથી પરશુરામને લગતી અનેક પ્રાચીન વસ્તુઓ મળી આવી. એક વાર મંદિરના મલવા નીચેથી લગભગ 8 ફીટ ઉંચી અને અઢી ફીટ ફલકનો પરશુ નીકળ્યો હતો. પ્રાચીન પરશુ તો હવે નથી પણ તેના જેવો પરશુ મંદિરમાં લાગેલો છે જે આજે પણ મંદિરના દરવાજે જમણી બાજુ લાગેલો છે.

W.D
એવુ કહેવાય છે કે સતયુગના અંતમાં પરશુરામજીનુ અવતરણ અહીં થયુ છે. વૈશાખ શુક્લ પક્ષ અખાત્રીજ બુધવાર રોહિણી નક્ષત્ર સાંજે તુલા લગ્નમા પરશુરામનો આ સ્થળે જ જન્મ થયો હતો.

તેમના બાબા ઋચિક મુનિનુ તપસ્થળ અહી હતુ, પિતા જમદગ્નિનો જન્મ પણ અહીં થયો હોવાનુ બતાવવામાં આવે છે. જમદગ્નિના નાના રાજા ગાધિનું રાજ્ય પણ અહીં હતુ તેમનો કિલ્લો આજે પણ પ્રસિધ્ધ છે. પરશુરામની માતા રેણુકા દક્ષિણ દેશની રાજકુમારી હતી.

આજે પણ પરશુરામ મંદિરના પશ્ચિમી ભાગમાં દાક્ષાયણી કે ઢકિયાઈનનુ મંદિર છે જે રેણુકાનુ રહેવાનુ સ્થાન બતાવાય છે. પરશુરામ પોતાના પિતાના માટે રામગંગા લાવ્યા હતા તેનો અંશ આજે પણ જિગદિની નામના તળાવ જમદગ્નિની યાદ અપાવે છે.

ત્રેતાયુગમાં આતંકી રાજાઓનો પરશુરામે વિનાશ કર્યો હતો અને તપસ્વી ઋષિ-મુનીઓની સુરક્ષા કરી અને તળાવ ખોદાવ્યા. પરશુરામ દ્વારા ખોદવામાં આવેલ તાલ પહેલા ધનુષાકાર હતા અને રામતાલનુ નામથી પ્રખ્યાત છે. પરશુરામ મંદિરના સામે આજે પણ રામતાલ છે.

જનશ્રુતિ અને પ્રમાણોથે આ સિધ્ધ થાય છે કે ભગવાન પરશુરામની જન્મભૂમિ આ જ રહી હશે. અહીંથી પશ્ચિમ દિશામાં કટકા-કટકિયા આજે પણ કંટકપુરીની યાદ અપાવે છે. જ્યાં પરશુરામના સહસ્ત્રબાહુની સેના અને તેમના પુત્રોને પોતાના ફરસીથી કાપ્યા હતા. તેમા હયહયવંશી આતંકી ક્ષત્રિય પશ્ચિમી જંગલોમાં નિવાસ કરતા હતા.

બ્રાહ્મણોને કષ્ટ પહોંચાડનારા દસ્યુ રૂપમાં રહેતા હતા. પરશુરામે તેમનો નાશ કરી તેમના સ્થાનોને ખંડેર બનાવી નાખ્યા જે આજે પણ ખંડેરના નામથી જ પ્રખ્યાત છે. લોકવાયકા મુજબ ખંડેર વાઉની કહેવાય છે. તે સિવાય દિઉરા, જમુનિયા, ઉબરિયા વગેરે સ્થાન પણ પરશુરામજી સાથે સંકળાયેલા જોવા મળે છે.

સ્થાનિક લોકોનુ કહેવુ છે કે બધી પીઠોના શંકરાચાર્ય આ મંદિર પર આવી ચૂક્યા છે. કરપાત્રીજી મહારાજ પોતાના પર્યટન સ્થળમાં આને પ્રાધાન્ય આપતા હતા.

પરશુરામના મંદિરમા બધા શ્રધ્ધાળુઓની મનોકામનાઓ પૂરી થાય છે. નગરના નવવિવાહિત વર-વધૂ સૌ પ્રથમ આ મંદિરમાં આશીર્વાદ લેવા આવે છે. દૂર દૂર થી મુંડન, અન્નપ્રશાસન, કરઘની ધારણ વગેરે સંસ્કાર કરાવવા મંદિર પર જ લોકો આવે છે.

વર્તમાનમાં આ મંદિરના મહંત સત્યદેવ પાંડેય છે જેમના કાર્યકાળમાં મંદિરનો વિકાસ થયો. નવા ભવન બન્યા, નવદુર્ગાની સ્થાપના અને ચોવીસ અવતારોની પ્રતિષ્ઠાં કરવામાં આવી.

ભારતીય વાડ્મયમાં તેના રચેતાઓએ પોતાના અને પોતાના ગ્રંથોના એતિહાસિક નાયકોની જન્મતિથિ અને જન્મસ્થળનુ કોઈ સ્પષ્ટ અને વિસ્તારપૂર્વક ઉલ્લેખ નથી કર્યો. ઋષિ મુનીઓના જન્મસ્થળે અને નિવાસ સ્થાન બીજા છે. ખૂબ ઓછા ઋષિ મુની એવા હતા જેમની એક કે બે પેઢિઓ કોઈ નક્કી સ્થળ પર રહેતી હતી. મોટાભાગના ઋષિ મુનિ માનવ કલ્યાણને માટે ઉપદેશ પ્રચાર કરવા જુદા જુદા સ્થળે ભ્રમણ કરતા હતા અને જરૂર મુજબ આશ્રમ બનાવીને રહેતા હતા. તેથી વાલ્મિકી, વિશ્વામિત્ર, અગસ્ત વગેરે ઋષિઓના આશ્રમ દેશના જુદા જુદા સ્થળે જોવા મળે છે.

ભગવાન પરશુરામના પૂર્વજ ભાર્ગવ ઋષિગણ ભૃગુ, શુક્રાચાર્ય, ચ્યવન, દઘીચિ, માર્કળ્ડેય વગેરે ભ્રમણશીલ હતા. છઠા અવતાર પરશુરામના પિતા જમદગ્નિના આશ્રમ દેશના ખૂણા ખૂણામાં મળે છે. મહર્ષિ જગદગ્નિ અને પરશુરામના અનેક પ્રમુખ સ્થાનોને ભગવાન પરશુરામના જન્મસ્થળ સાથે જોડવામાં આવે છે.
PTI

ભગવાન પરશુરામના જન્મસ્થળને લઈને કેટલાય સ્થળો પર દાવો કરવામાં આવે છે. જેમાં ઉત્તરપ્રદેશના જનપદ ગાજીપુરમાં જમનિયા, જનપદ મેરઠના પુરા મહાદેવ પરશુરામેશ્વર, વારાણસી જનપદના ભાર્ગવપુર અને જલાલાબાદ શાહજહાઁપુર, રાજસ્થાનના જનપદ ચિત્તોડ સ્થિત માતૃકુંડિયા, હિમાચલ પ્રદેશના જનપદ દદાહુના રેણુકા તીર્થ અને મધ્યપ્રદેશના ઓઁકારેશ્વર ખાતે જાનાપાવને પરશુરામ જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે.

તાજેતરમાં ઉત્તરપ્રદેશના બ્રાહ્મણ શાહજહાઁપુર જનપદના જલાલાબાદ ખાતે પરશુરામ મંદિરને જ ભગવાન પરશુરામનુ જન્મસ્થળ જાહેર કરવા માટે સામાજિક અને રાજનીતિક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.