શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

અક્ષય તૃતીયાની પૌરાણિક કથા- જ્યારે શ્રીકૃષ્ણને મળ્યા સુદામા

કથા 1 - એક પૌરાણિક કથા મુજબ મહાભારતના કાળમાં જ્યારે પાંડવ વનવાસમાં હતા ત્યારે એક દિવસ શ્રીકૃષ્ણ જે પોતે ભગવાન વિષ્ણુના અવતાર છે તેને એક અક્ષય પાત્ર સ્વરૂપ આપ્યા હતું. આ એવું પાત્ર હતું જે ક્યારે ખાલી થતું નહોતુ અને જેના સહારે પાંડવને ક્યારે પણ ભોજનની ચિંતા થઈ નહી અને માંગણી કરતા પર આ પાત્રથી અસીમિત ભોજન પ્રકટ થતું હતું. 
 
કથા 2 - શ્રીકૃષ્ણ સાથે સંબંધિત એક બીજી કથા અક્ષય તૃતીયાના સંદર્ભમાં પ્રચલિત છે. કથામુજબ શ્રીકૃષ્ણના બાળપણના મિત્ર સુદામા આ દિવસ શ્રીકૃષ્ણના દ્વાર પર તેમના પરિવાર માટે આર્થિક સહાયતા માંગવા ગયા હતા. ભેંટના રૂપમાં સુદામાની પાસે માત્ર એક મુટ્ઠી પૌંઆ જ  હતા. શ્રીકૃષ્ણને મળ્યા પછી  તે ભેંટ આપવામાં સુદામા સંકોચ કરી રહ્યા હયા. પણ ભગવાન શ્રીકૃષ્ણ મુટ્ઠીભર પૌંઆ સુદામાના હાથથી લીધા અને ખૂબ શોખથી ખાદ્યા. 
 
કારણકે સુદામા શ્રીકૃષ્ણના મેહમાન હતા, શ્રીકૃષ્ણએ તેમનો ભવ્ય રૂપથી આદર-સત્કાર કર્યુ આવા સત્કારથી સુદામા બહુ પ્રસન્ન થયા પણ આર્થિક સહાયતા માટે શ્રીકૃષ્ણને કઈ પણ કહેવું તેમને યોગ્ય ન લાગ્યુ અને એ કશુ પણ બોલ્યા વગર તેમના ઘરેથી નિકળી ગયા. 
 
જ્યારે સુદામા તેમના ઘરે પહોંચ્યા તો હેરાન રહી ગયા. તેમની તૂટેલી ફૂટેલી ઝૂંપડીના સ્થાન પર  ઝૂંપડાના સ્થાને એક ભવ્ય મહેલ હતો અને તેમની ગરીબ પત્ની અને બાળક નવા વસ્ત્રાભૂષણથી સુસજ્જિત હતા. સુદામાને આ સમજતા મોડે ના થયું કે આ તેમના મિત્ર અને વિષ્ણુ અવતાર શ્રીકૃષ્ણનો જ આશીર્વાદ છે. આ જ કારણ છે કે અક્ષય તૃતીયાને ધન સંપત્તિની લાભ પ્રાપ્તિથી પણ જોડાય છે.