શિવ પૂજામાં આ ઉપાય કરવાથી ફટાફટ પૂરી થશે દરેક ઈચ્છા

Last Updated: સોમવાર, 10 એપ્રિલ 2017 (01:18 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.
કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.

શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.
આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે.

આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે. સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે.

- જાણો આ સરળ ઉપાય

- પારિવારિક અશાંતિ અને તનાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે.


- કામ, આજીવિકા, નોકરીમાં તરક્કી જે સારા રોજગારની કામના છે તો શિવલિંગનો મઘની ધારાથી અભિષેક કરો.

- લાંબી કે ગંભીર બીમારીથી કંટાળી ગયા છો તો પંચમુખી શિવલિંગ પર તીર્થ જળ અર્પિત કરવાથી રોગમુક્ત થશો.


- સોમવારે શિવલિંગમાં આંકડાના ફૂલ કે ધતૂરો ચઢાવવાથી પારિવારિક, કાર્યક્ષેત્ર કે કોર્ટ વિવાદોથી છુટકારો કે મનપસંદ પરિણામ મળે છે.


- માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મિક્સ કરીને પરેશાનીઓથી મુક્તિ મેળવો.

- સોમવાર કાળસર્પ દોષ શાંતિ માટે ખૂબ શુભ છે. તેથી આ માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જપ કોઈ વિદ્વાન
બ્રાહ્મણથી જાણીને અવશ્ય કરો.


- આ બધા ઉપાયોમાંથી કોઈપણ કામ ન કરી શકો ઓછામાં ઓછુ સોમવારે શિવને પવિત્ર જળ અને બિલીપત્ર જ અર્પિત કરી દો. તેનાથી જીવનમાં થઈ રહેલ દરેક ઉથલ-પાથલ થંભી જશે.


આ પણ વાંચો :