સાનિયાની રૈકિંગમાં જોરદાર આંચકો

ટેનિસ સનસની 77 માં સ્થાને ફસાડાઈ

નવી દિલ્હી | ભાષા| Last Modified મંગળવાર, 16 ફેબ્રુઆરી 2010 (16:59 IST)

ગત સપ્તાહે પટાયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થવાંથી સાનિયા મિર્જાની એકલ રૈકિંગને જોરદાર આંચકો લાગ્યો છે કારણ કે, તેનાથી આ ભારતીય મહિલા ટેનિસ સ્ટાર ડબ્લ્યૂટીએ રૈકિંગમાં 18 ડગલા ખસીને 77 મા સ્થાન પર પહોચી ગઈ છે.

સાનિયાની 2010 સત્રની શરૂઆત ખુબ જ ખરાબ રહી કારણ કે, તે ઓસ્ટ્રેલિયાઈ ઓપન સહિત ત્રણ ટૂર્નામેન્ટમાં પ્રથમ ચરણને પાર ન કરી શકી. આ ભારતીય એ અત્યાર સુધીમાં ચાર ટૂર્નામેન્ટમાં હાર વેઠી છે.

સાનિયાની યુગલ રૈંકિંગને પણ જોરદાર આંચકો લાગ્યો કારણ કે, તે ત્રણ ડગલાના નુકસાનથી 36 માં સ્થાન પર ખસકી ગઈ છે.
એટીપી રૈંકિંગમાં સોમદેવ દેવવર્મન (141) ની એકલ રૈંકિંગમાં કોઈ પરિવર્તન આવ્યું નથી જ્યારે લિએંડર પેસ (7) અને મહેશ ભૂપતિ (8) પણ યુગલમાં પોતાની પર યથાવત છે.


આ પણ વાંચો :