શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (14:37 IST)

પહેલા હતા ટિકિટ કલેક્ટર હવે પેરિસ ઓલિમ્પિકમાં કરી કમાલ, ભારત માટે જીત્યો શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ

First he was a ticket collector, now he is doing great work in the Paris Olympics.
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં એક વધુ મેડલ આવ્યો છે. જેમા આ વખતે પુરૂષ 50 મીટર રાઈફલ 3 પોઝિશંસમાં સ્વપ્નિલ કુસાલેએ 451.4નો સ્કોર કરવા સાથે બ્રોન્જ મેડલ પોતાને નામે કર્યો છે.  સ્વપ્નિલ ઓલંપિકના ઈતિહાસમાં ભારતની તરફથી ઈવેંટમાં પદક જીતનારા પહેલા એથલીટ પણ બની ગયા છે. ભારતનો આ ઓલિમ્પિકમાં ત્રીજો પદક છે. આ ઈવેંટમાં એથલીટને પહેલા ઘુંટણ પર પછી સૂઈને અને પછી ઉભા રહીને શોટ લગાવવાના હોય છે. જેમા સ્વપ્નિલ શરૂઆતની બે પોઝિશંસમાં થોડા પાછળ જરૂર જતા રહ્યા હતા પણ અંતિમ પોઝિશનમાં તેમને ખુદને સાચવતા પોતાના શૉટમાં સુધાર કર્યો અને નંબર ત્રણના સ્થાન પર ખતમ કરતા બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી.  
 
સ્વપ્નિલ માટે સહેલો નહોતો અહી સુધીનો રસ્તો 
પુણેથી આવનારા 28 વર્ષના સ્વપ્નિલ માટે અહી સુધીનો રસ્તો સહેલો નહોતો. એક સમયે રેલવેમાં ટિકિટ કલેક્ટરની નોકરી કરનારા સ્વપ્નિલે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન એમએસ ધોની પાસેથી પ્રેરણા લીધી.  સ્વપ્નિલ 2012થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે. જો કે, તેને તેની કારકિર્દીની પ્રથમ ઓલિમ્પિક રમવા માટે 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે, હેંગઝોઉ એશિયન ગેમ્સમાં આ જ ઇવેન્ટમાં, કુસલે ઐશ્વર્યા પ્રતાપ અને અખિલ શિયોરાન સાથે મળીને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસલે કોલ્હાપુરમાં તેજસ્વિની સાવંતના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે.