શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (10:39 IST)

ભારતીય મહિલા ખેલાડીઓનો ડ્રેસ કોડ બદલાયો

ભારતીય મહિલા ખેલાડી હવે આંતરરાષ્ટ્રીય રમત આયોજનોના ઉદ્દઘાટન સમારંભમાં સાડીમાં જોવાનહી મળે પરંતુ તેઓ બ્લેઝર અને ટ્રાઉઝરમાં ઉદ્દઘાટન સમારંભમાં ઉતરશે. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ આ માહિતી આપી છે. 
 
ઓલિમ્પિક રાષ્ટ્રમંડળ અને એશિયાઈ રમતો જેવા મોટા ખેલ આયોજનોના ઉદ્ધઘાટન સમારંભમાં જ્યા પહેલા ભારતીય મહિલા ખેલાડીઓને પારંપારિક પરિધાન સાડી સાથે વેસ્ટર્ન બ્લેઝર પહેરવુ પડતુ હતુ પણ હવે તેમનો ડ્રેસ કોડ બદલાય ગયો છે. 
 
4 એપ્રિલથી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં શરૂ થનારા રાષ્ટ્રમંડળ રમતોના ઉદ્દઘાટન સમારંભમાં ભારતીય મહિલા ખેલાડી એક બદલાયેલા રૂપમાં જોવા મળશે.  સમારંભ માટે ભારતીય પુરૂષ અને મહિલા ખેલાડીઓ બંનેનોજ ડ્રેસ કોડ એક જેવો મુકવામાં આવ્યો છે.  બંને જ ઉદ્દઘાટન સમારંભમાં નેવી બ્લ્યૂ  બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવા મળશે. 
 
આઈઓએ ના સચિવ રાજીવ મેહતાએ કહ્યુ અમને ખેલાડીઓના ફીડબેક મળ્યા હતા કે સાડી પહેરવામાં વધુ સમય લાગે જ છે સાથે જ મહિલા ખેલાડીઓ માટે આ સુવિદ્યાજનક પણ નથી. 
 
ઉદ્દઘાટન સમારંભમાં ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક સુધી તેને સાચવવુ પડે છે.  આ ઉપરાંત સાડી પહેરાવા માટે ખેલાડીઓને મદદની પણ જરૂર પડે છે.  તેથી અમે આ નિર્ણય લીધો છે.