નીતનવી રમત લાક્ષણિકતા, એક બીજાને પાછળ કરીને જીતવાનો અનેરો ઉત્સાહ સાથે આવેલો અત્યાર સુધીનો સૌથી શાનદાર ઓલિમ્પિક રમત ઉત્સવ રવિવારે સાંજે ચાર વર્ષ બાદ ફરી લંડનમાં આવવાના વાયદા કરી સુંદર સમાપન સાથે આવજો કહી ગયો.
બીજિંગના મેયર ગુઆઓ ઝિનલોંગે 2012 માં ઓલિમ્પિક સ્પર્ધાના આયોજક
દેશ લંડનના મેઝબાનના શહેર મેયર બોરિસ જોનસનને ઓલિમ્પિક ધ્વજ
આપીને રમતોસ્તવનુ સમાપન કર્યુ હતું. આ સમયે આઠ મિનિટનો સાંસ્કૃતિક
કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બીજીંગ. અમેરિકાના સ્ટાર તરવૈયા માઈકલ ફેલ્પ્સે બીજીંગ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચતાં આઠમો સુવર્ણ પદક જીતી લીધો હતો. આ રીતે તેઓ ઓલિમ્પિકની અંદર આઠ પદક જીતનાર પહેલાં તરવૈયા બની ગયાં છે.