રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. સુરત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2023 (10:48 IST)

સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના બની- નશામાં કાર ચાલકે 6 લોકોને અડફેટે લઈ ઉડાવ્યા, બાઈકચાલકોને 20 ફૂટ સુધી ઢસડી નાખ્યા

surat car accident
સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના બની - સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહતદરીને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચાલવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી
 
મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. સાજન પટેલ ઉત્રાણમાં રહે છે અને ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
 
બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. અકસ્માત થવા છતાં કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી