એક રાતમાં જ લીંબૂના આ ટોટકા દૂર કરશે તમારી બધી પરેશાની

lemon totka
Last Modified ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (11:54 IST)
વાત જો આરોગ્યની કરીએ તો દરેક દ્રષ્ટિએ લીંબૂ ખૂબ જ લાભદાયક છે. ખાસ વાત એ છે કે ફક્ત આરોગ્ય જ નહી લીંબૂમાં તમારા સંકટને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે આ ખાટી વસ્તુની મદદથી પૈસાની તંગીથી પણ છુટાકરો મેળવીને માલામાલ બની શકો છો. આવો જાણીએ લીંબૂ વિશે આવા જ કેટલાક ચમત્કારિક ટોટકા વિશે માહિતી..

- જો તમારો વેપાર ઠીક નથી ચાલી રહ્યો તો શનિવારના દિવસે લીંબૂનો આ ઉપાય તમને રાહત પહોંચાડી શકે છે.
આ માટે લીંબૂને 4 ટુકડામાં કાપીને ચાર રસ્તા પર જઈને ચારેય દિશામાં લીંબૂનો એક એક ટુકડો ફેંકી દો.
તમારા આવુ કરવાથી દુકાન કે વેપારના સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જાય છે.

- કડક મહેનત પછી પણ સફળતા નથી મળી રહી તો કોઈ હનુમાન મંદિર જઈને અને તમારા સાથે એક લીંબૂ અને 4 લવિંગ સાથે મુકી સાથે રાખી લો. ત્યારબાદ મંદિરમાં પહોંચીને લીંબૂ પર ચારેય લવિંગ લગાવી દો.
પછી હનુમાનજી સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ત્યારબાદ હનુમાનજી સાથે સફળતા અપાવવાની પ્રાર્થના કરો અને લીંબૂ લઈને કાર્ય શરૂ કરી દો. આ તમારા કાર્યમાં સફળતાની શક્યતા વધારી દેશે.


-ઘણા લોકો લીંબુ પર સોઈ લગાવીને તેને બીમાર વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તા પર મુકી દે છે.. આ ટોટકા મુજબ આ લીંબુ પર જેનો પણ પગ પડે તેને એ વ્યક્તિની બીમારી લાગી જાય છે અને એ બીમાર વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે. પણ તમે આ ટોટકો ક્યારેય ન કરશો.. જે ટોટકો કરવાથી અન્ય કોઈ દુખી થાય એ ટોટકો તમને આગળ જઈને ક્યારેય ખુશી નહી આપી શકે.

સાવધાની

- જ્યારે તમે લીંબૂનો કોઈ ટોટકો કરો ત્યારે પાછળ વળીને ન જુઓ .. સીધા પોતાના ઘરે આવો
- જ્યારે કોઈ રસ્તા પર કે ચાર રસ્તા પર તમને લીંબૂ કે મરચા પડેલા દેખાય તો ધ્યાન રાખો તેના પર તમારો પગ ન પડવો જોઈએ.


આ પણ વાંચો :