બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2023 (18:15 IST)

Telangana Elections 2023: 'કોઈ માઈનો લાલ પેદા નથી થયો, ઓવૈસીએ પોલીસને ધમકાવીને કહ્યુ, મને છંછેડશો નહી

akbaruddin owaisi
AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોતાના વિવાદિત નિવેદનને કારણે મોટેભાગે ચર્ચામાં રહે છે. એકવાર ફરી અકબરુદ્દીન ઓવૈસી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે.  AIMIM નેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમા તેઓ એક પોલીસ કર્મચારીને ધમકાવતા જોવા મલી રહ્યા છે.  

 
અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપી 
ઉલ્લેખનીય છે કે AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક પોલીસકર્મીએ તેમને ચૂંટણી પંચના નિયમોનો હવાલો આપીને પ્રચાર ખતમ કરવાનું કહ્યું હતું. જો કે, તેને આ પસંદ ન આવ્યું અને તેણે સ્ટેજ પરથી જ પોલીસકર્મીને ધમકાવવાનું શરૂ કર્યું. આટલું જ નહીં AIMIM નેતાએ તેમને મંચ પરથી હટાવ્યા હતા.
 
પોલીસકર્મીને ધમકાવીને  સ્ટેજ પરથી નીચે ઉતાર્યા 
અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પોલીસકર્મીને સ્ટેજ પરથી નીચે ઉતારતી વખતે તેણે કહ્યું કે ઈન્સ્પેક્ટર સાહેબ, મારી પાસે ઘડિયાળ છે. તેણે સ્ટેજ પરથી ધમકી આપતા કહ્યું કે ગોળીઓ અને ચાકુની વાતો સાંભળીને વિચારી લે કે તું કમજોર થઈ ગયો છે. હજી પ્ણ ઘણી હિંમત છે, છંછેડશો નહિ. આવી પડ્યા મોટા... હજુ પાંચ મિનિટ છે અને હું બોલીશ. કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને રોકી શકે,  ઈશારો કરી દીધો તો ભાગવું પડશે.
 
તેમણે કહ્યું કે હું તમને કહું છું કે તેઓ આ રીતે આવે છે, આપણી એકતાને નબળી કરવા માટે સાવચેત રહો. તેઓ જાણે છે કે અકબરુદ્દીન ઓવૈસી સાથે ટક્કર કરવાવાળું કોઈ નથી. તેથી આ લોકો ઉમેદવાર તરીકે આવ્યા છે. આવો જોઈએ,તમે છો કે હુ છુ.