કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં હવે નહી જોવા મળે 'ગુત્થી'ની મસ્તી

વેબ દુનિયા|

P.R
. કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં એક કોમેડી પંજાબી યુવતી 'ગુત્થી'નુ પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા હાસ્ય કલાકાર આ સફળ ટેલીવિઝન કાર્યક્રમને શક્યત: અલવિદા કરવાના છે.

કલર્સ પર પ્રસારિત થનારો આ કાર્યક્રમ નિર્માતા અને પ્રસ્તુતકર્તા કપિલ શર્માની હાસ્યથી ભરપૂર લાજવાબ હાજર જવાબી અને લોકોને હસીને લોટપોટ કરનાર દાદી, બુઆ, અને ગુત્થીના પાત્રોને કારણે ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે.

ગુત્થીની હરકતો અને ગીત દર્શકો અને મેજબાનોને હસવા મજબૂર કરી દે છે. પણ એવુ સાંભળવા મળ્યુ છે કે 'ગુત્થી'નું પાત્ર ભજવનાર ગ્રોવરે કાર્યક્રમ છોડી દીધો છે.
આ ઘટનાક્રમના નિકટના સૂત્રોએ કહ્યુ કે તેઓ ખુશ છે કે તેમને ભજવેલ ગુત્થીના પાત્રને લોકોએ સ્વીકાર કર્યુ અને દર્શકોએ તેમને આટલો પ્રેમ આપ્યો. તેઓ (સુનીલ ગ્રોવર)પોતાની કેટલીક મર્યાદાઓને કારણે આ કાર્યક્રમમાં આગળ ભાગ નહી લઈ શકે. તેમના દ્વારા આ કાર્યક્રમમાં પરત ફરવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાય રહી છે.

એવુ જાણવા મળ્યુ છે કે ગ્રોવરે કાર્યક્રમ માટે તેમને મળનારી રકમ વધારવાની માંગ કરી હતી જે નિર્માતાઓએ ન સ્વીકારી તેથી તેમણે કાર્યક્રમ છોડવાનો નિર્ણય કર્યો છે. જોકે સૂત્રોએ આ પ્રકારના સમાચારને નકારી દીધા છે.


આ પણ વાંચો :