'ના આના...' સાથે જોડાઈને ખુશ છે આદિત્ય

W.D
આદિત્ય રેડિઝને લોકો રાઘવ કે અમ્માજીના દિકરા તરીકે વધારે જાણે છે કેમકે આ પાત્ર તેઓ લોકપ્રિય ધારાવાહિક 'ના આના ઈસ દેશ લાડો' માં ભજવી રહ્યાં છે. આ ધારાવાહિકમાં ભારતમાં હજી પણ સ્ત્રીઓ અને છોકરીઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તે વિશે બતાવવામાં આવી રહ્યું છે.

આદિત્ય પણ આ વાતથી ખુબ જ દુ:ખી છે. પરંતુ તેઓ આ વાતથી ઘણાં ખુશ છે કે તે એવી ધારાવાહિક સાથે જોડાયેલ છે જે લોકોને મનોરંજની સાથે સાથે એક સંદેશ પણ આપે છે. તેમનું માનવું છે કે આનાથી લોકોમાં જાગૃકતા પણ આવશે પ્રભાવ પણ જોવા મળશે. આજની છોકરીઓ કોઈ પણ વાતે છોકરાઓ કરતાં પાછળ નથી.

વેબ દુનિયા|
નાનપણથી જ એક્ટિંગના શોખીના આદિત્ય ફિલ્મ અને ટેલિવિઝન બંને પર કામ કરવા માંગે છે, પરંતુ તેમની પ્રાથમિકતા ટીવી જ હશે. રોમેંટિક રોલ પણ ભજવવાની તેમની ઈચ્છા છે અને 'આરાધના' જેવી ફિલ્મ કરવાની ઈચ્છા ધરાવે છે.


આ પણ વાંચો :