રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (17:31 IST)

દેવો ના દેવ મહાદેવની પાર્વતીને મળ્યા રિયલ લાઈફ શિવ, વરમાળાના વીડિયોમાં છવાઈ ગઈ જોડી

sonarika bhadoria
sonarika bhadoria
બોલીવુડથી લઈને ટીવી ઈંડસ્ટ્રીમાં લગ્નની ચર્ચા બની રહી છે. તાજેતરમાં જ જૈકી ભગનાની અને અભિનેત્રી રકુલ પ્રીતના લગ્ન થવાના છે. તેના ઠીક પહેલા જ ટીવી અભિનેત્રીની એક વધુ પોપુલર અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે. આ અભિનેત્રી અન્ય કોઈ નહી પણ દેવોના દેવ મહાદેવ ફેમ હીરોઈન સોનારિકા ભદૌરિયા છે. સોનારિયા ભદૌરિયાએ એ ગઈકાલે એટલે કે રવિવારે પોતાના ફિયાંસ સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસ્વીરો અને વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે.  અભિનેત્રીની વરમાળાનો એક વધુ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  
 
વરમાળાનો વીડિયો થયો વાયરલ  

દેવોના દેવ મહાદેવમાં મોહિત રૈન શિવના પાત્રમાં હતો તો બીજી બાજુ સોનારિકા ભદોરિયાએ પાર્વતીનુ પાત્ર ભજવ્યુ હતુ.  અભિનેત્રીએ હવે લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. તેણે સાત ફેરા લીધા છે. સોનારિકાના ફુલહારનો એક સુંદર વીડિયો લોકોને ગમી રહ્યો છે. અભિનેત્રી સુંદર લાલ વસ્ત્રોમાં ખૂબસૂરત લાગી રહી છે. બીજી બાજુ અભિનેત્રીના પતિએ ક્રીમ કલરની શેરવાની પહેરી છે. સામે આવેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા સોનારિકા ગળામાં વરમાળા નાખે છે અને ત્યારબાદ તેના પતિ તેના ગળામાં જયમાળા પહેરાવે છે. બંને વીડિયોમાં ખિલખિલાવીને હસતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ તરત જ આતિશબાજી થાય છે. 
 
સોનારિકા ભદૌરિયાના થઈ રહ્યા છે વખાણ 
વીડિયો જોયા બાદ લોકો આ જોડીના વખાણ કરી રહ્યા છે. લોકોએ સોનારિકા ભદોરિયાનો ગેટઅપ ખૂબ પસંદ આવી રહ્યો છે સોનારિકા ભદૌરિયાની વરમાળા દરમિયાન રામ સિયા રામ ગીત વાગી રહ્યુ હતુ. એક ફેન એ આ વીડિયો જોયા બાદ લખ્યુ આ ટીવીની સૌથી સુંદર અભિનેત્રી છે. અનેક લોકો અભિનેત્રીને શુભેચ્છા આપી રહ્યા છે.