ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (16:57 IST)

#MeToo: આલોકનાથે નરક જેવુ વાતાવરણ કરી નાખ્યુ હતુ, બોલી સંધ્યા અને નવનીત

સંસ્કારી બાબૂ જી આલોકનાથ પર બે એક્ટ્રેસે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. અનેક ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી સંઘ્યા મુદુલે આલોક નાથ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમા તેમની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ છે. 
 
સંઘ્યા મૃદુલે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે અનેક વર્ષ પહેલા હુ એક ટેલીફિલ્મમાં કામ કરી રહી હતી જેમા આલોક નાથ મારા પિતાના પાત્રમાં હતા અને રીમા લાગૂ મારી મા નો રોલ ભજવી રહી હતી. હુ આ વાતથી ખૂબ જ ઉત્સાહિત હતી કે મને આલોક નાથ સાથે કામ કરવાની તક મળી છે. મારી સાથે આલોક નાથનો વ્યવ્હાર ખૂબ સારો હતો. 
 
પોસ્ટમાં સંઘ્યાએ એક સાંજની ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યુ છે .. એક સાંજે શૂટિંગ પુર્ણ થયા પછી અમારી આખી ટીમ ડિનર માટે ગઈ. જ્યા આલોક નાથે ખૂબ નશો કર્યો હતુ અને એ પરિસ્થિતિમાં તેમણે મારી પાસે બેસવાની જીદ કરી. હુ પરેશાન થઈને ડિનર લીધા સિવાય હોટલમાં પરત આવી ગઈ. હોટલમાં આવ્યા પછી આલોક નાથે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો અને જબરજસ્તી મારા રૂમમાં આવી ગયા. હુ જેમ તેમ કરીને રૂમની બહાર નીકળી. ત્યારબાદ તેઓ દરરોજ સાંજે દારૂ પીને મને ફોન કરતા અને મારા રૂમમાં આવવાની કોશિશ કરતા. 
 
ઉલ્લેખનીય છે કે આલોક નાથ પર લેખિકા નિર્દેશિકા વિંતા નંદાએ પણ બળાત્કાર અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. વિંતાએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલ બર્બર્તાની સંપૂર્ણ સ્ટોરી લખી. તેમણે જણાવ્યુ કે આલોક માથે એકવાર નહી પણ બે બે વાર તેમની સાથે બળાત્કાર કર્યો હતો. 
 
બીજી બાજુ 90ના દસકામાં ફેમસ સીરિયલ તારા ની લીડ અભિનેત્રી નવનીત નિશાને પણ આલોક નાથ વિરુદ્ધ પોતાની આપવીતી સંભળાવી છે. વિંતાએ પણ પોતાની પોસ્ટમાં નવનીત સાથે થયેલ બદતમીજીનો ઉલ્લેખ કર્યો હતો. વિંતાએ લખ્યુ હતુ કે એક સીન દરમિયાન આલોક નાથ દારૂ પી ને આવ્યા અને ત્યારબાદ શૉટ દરમિયાન નવનીત પર પડ્યા. જ્યારબાદ નવનીતે તેમને એક થપ્પદ મારી હતી. 
 
નવનીતે લખ્યુ કે - હુ ચાર વર્ષ સુધી એ માણસના શોષણનો સામનો કરતી રહી. મે તેને એક જોરથી થપ્પડ મારી હતી અને ત્યારબાદ મને પણ ઘણુ સહન કરવુ પડ્યુ. મારા હાથમાંથી એ શો નીકળી ગયો. એ વ્યક્તિને કારણે મે ખૂબ સહન  કર્યુ. 
 
બીજી બાજુ આલોકનાથના વકીલે કહ્યુ કે અમે કોર્ટમાં જઈશુ. આ પ્રકારના 19 વર્ષ પછી આરોપ લગાવવાનો મતલબ છે કે આરોપ ખોટો છે. આ મામલે કાયદાકીય કાર્યવાહી કરીશુ.