શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (09:06 IST)

ચોથા તબક્કામાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી બૂથ પર લાગી હતી લાંબી લાઈન

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.
 
આ તબક્કામાં 59 વિધાનસભા બેઠકો પર યોજાશે. જેમાં 624 ઉમેદવારોનાં ભાવિ નક્કી થશે.
 
નોંધનીય છે કે સોમવારે ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો સમય પૂરો થઈ ગયો હતો.
 
59 બેઠકોમાં ઉત્તર પ્રદેશ રાજ્યના પિલિભિત, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બંદા અને ફતેહપુર જિલ્લામાં ચૂંટણી યોજાઈ રહી છે.
 
નોંધનીય છે કે લખીમપુર ખેરી અને ઉન્નાવ શાસક પક્ષ ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે તેવી ઘટનાઓના સાક્ષી રહ્યાં હતાં.
 
આ સિવાય હરોદઈ વિધાનસભા બેઠકમાં પણ વડા પ્રધાન મોદીએ ચૂંટણીરેલીમાં અમદાવાદ બૉમ્બબ્લાસ્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટી સાથે ગુનેગાર ઠેરવાયેલ લોકોનો સંબંધ દર્શાવીને પ્રહાર કર્યા હતા.
 
નોંધનીય છે કે ગઈ વખત આ 59 બેઠકોમાંથી 51 ભાજપને, જ્યારે બાકીની અન્ય પક્ષોને મળી હતી.

વડાપ્રધાન મોદીની લોકોને અપીલ