ઉઠતા રહો ઉપર....પતંગની જેમ .. Happy Makar Sankratni
પતંગના આકાશમાં પહોંચવાનો અર્થ થાય છે કે તમે મેદાનમાં આવીને બાંયો ચડાવીને તૈયાર છો. તમારી એક પતંગ છે અને ચારેબાજુ પ્રતિદ્વંદીઓ આવે છે. પતંગની ચારે બાજુથી ઘેરવામાં આવે છે. પણ પેચ લડાવવાની હિમંત કોઈ એક પતંગ કરે છે. આ કબડ્ડીનું મેદાન નથી કે કોઈ એકને અડકીને તમે તમારા ઘર તરફ પાછા જાવ. આ એ મેદાન છે જ્યાં કરો કે મરોની લડાઈ લડવાની હોય છે. તમારી પતંગ કપાશે અથવા તો એની જે તમારી સાથે પેચ લડાવી બેસ્યો છે.
|
કેટલીય કમજોર આંખોમાં એ પતંગમયી ભૂતકાળ આજે પણ થરથરે છે. કેટલાય લોકોએ એને મુઠ્ઠીમાં બાંધી રાખ્યુ છે. મુઠ્ઠી વારંવાર ખુલે છે અને એ મીઠી યાદો શબ્દોમાં બંધાઈને, ગાલમાં સજીને અતીતના આકાશમાં ઉંચે ઉડવાને માટે વ્યાકુળ થઈ જાય છે અને જ્યારે કોઈએ જાણવા માટે હાથ પસાર્યા તો શુ તે સાચવી શક્યા તે યાદો ? આંગળીના તીરાડોમાંથી સરકવા માંડી ! સાચી જ વાત છે ને કે યાદોને સમેટવા માટે પાલવ પણ મોટો જોઈએ.
|
પહેલાના જમાનામાં તો પતંગો ઉડાવવાની મજા જ અલગ હતી. લોકો પતંગો પર શાયરી કરીને પતંગો ઉડાવતા હતા. અને શાયરી પણ આજકાલની શાયરી જેવી હલકી નહોતી. આજકાલ તો ગીત જ એટલા બોરિંગ લાગે છે કે એક વાર સાંભળ્યા પછી બીજીવાર સાંભળવાની ઈચ્છા નથી થતી. આજકાલ મકરસંક્રાંતિનો મતલબ મોટા અવાજે ડીજે વગાડવું, પતંગના બહાને અડોસ-પડોસની છોકરીઓને તાકવી અને પતંગો પર ફાલતુ વાતો લખીને પડોશીની અગાશીમાં જાણી જોઈને ફસાવી દેવી. એવુ નથી કે બધા યુવાનો આવા જ હોય છે. આજે પણ રચનાત્મક વિચારો ધરાવતા યુવાનો છે. જે પતંગને શણગારીને ઉડાવે છે. કદી કેસેટની ખૂબ ટેપ લાંબી લટકાવી દે છે તો કદી કાગળની લાંબી કાપલીઓ કાપીકાપેને ચિપકાવી દે છે.
જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ પતંગ ઉડાવવાનો જોશ વધતો જાય છે. થોડુક અંધારુ થાય કે પતંગ સાથે તુક્કલ બાંધી દેવામાં આવે, આ દ્રશ્ય બહુ જ રમણીય લાગે છે. એવુ લાગે છે કે જાણે ખુલ્લા આકાશમાં દીવાઓ ઉડી રહ્યા છે.
|