ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (16:00 IST)

Sarva Pitru Amavasya 2023: સર્વપિતૃ અમાસ પર સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસ, જાણો શ્રાદ્ધ કરી શકશો કે નહી

Sarva Pitru Amavasya 2023: આસો મહિનામાં આવનારી અમાસ એટલે કે સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે હોય છે. વર્ષ 2023માં ઉદયાતિથિના મુજબ આ વખતે આ તિથિ 14 ઓક્ટોબરના રોજ આવી રહી છે. આ દિવસે શનિવાર હોવાથી આ શનિશ્ચરી અમાસ પણ કહેવાશે. 
 
બીજી બાજુ આ દિવસ એટલે કે 14 ઓક્ટોબર, શનિવારે વર્ષનુ બીજુ અને અંતિમ સૂર્ય ગ્રહણ પણ લાગી રહ્યુ છે. સૂર્ય ગ્રહણ રાત્રે 8.34 મિનિટથી મઘ્ય રાત્રિ 2.25 મિનિટ સુધી રહેશે.  આ ગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. જો કે આ સૂર્ય ગ્રહણ  ભારતમાં દેખાશે નહી તેથી આ ગ્રહણનુ સૂતક કાળ પણ માન્ય નહી રહે. પિતૃ પક્ષની અમાસના દિવસે લાગી રહેલ સૂર્ય ગ્રહણનો શ્રાદ્ધ કર્મ પર કોઈ પ્રભાવ નહી પડે. એવી માન્યતા છે કે ગ્રહણમાં શ્રાદ્ધ કરવુ પુણ્યદાયી રહેશે. 
 
સૂતક કાળ કે ગ્રહણના સમયે પિતરોનુ શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધિ અને પિતરોના નામનુ દાન પુણ્ય કરવાથી પિતૃ દોષ સમાપ્ત થાય છે. 
 
સૂતક કાળ કે ગ્રહણના સમય પિતરોનુ શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધિ અને પિતરોના નામનુ દાન પુણ્ય કરવાથી પિતૃ દોષ સમાપ્ત થાય છે અને પિતરોની સાથે સાથે દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી ગભરાવવાની જરૂર નથી. જે રીતે શ્રાદ્ધ કરવામાં આવે છે એ જ રીતે કોઈપણ જાતના ભય વગર તમે શ્રાદ્ધ કરી શકો છો. 
 
સર્વ પિતૃ અમાવસ્યા પર ધ્યાનમાં રાખો આ જરૂરી વાતો (Sarva Pitru Amavasya 2023)
 
- ભોજનમાં ખીર પૂરીનુ હોવુ જરૂરી છે 
- શ્રાદ્ધને બપોરના સમયે કરો. 
- ભોજનમાં ખીર પુરી હોવી જરૂરી છે 
- શ્રાદ્ધના બપોરના સમયે કરો 
- આ દિવસે પંચબલી (ગાય, કૂતરા, કાગડા, દેવ અને કીડીઓ) ને આપો અને હવન કરો 
 - આ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને ભોજન કરાવો 
-  બ્રાહ્મણને દક્ષિણા આપીને વિદાય કરો. 
 
શનિશ્ચરી અમાસે શુ કરવુ  (Shanichari Amavasya Par Shu Karvu )
 
આ વખતે 14 ઓક્ટોબરના રોજ શનિશ્ચરી અમાસ આવવાથી તેનુ મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે આ સર્વપિતૃ અમાસના દિવસે આવી રહી છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનુ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે દાન કરવાથી તમારા પિતરોની આત્માને શાંતિ મળે છે અને જો તમારા પર શનિની સાઢેસાતી અને શનિની ઢૈય્યાનો પ્રકોપ છે તો તે ઓછો થઈ જાય છે.