રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2024 (09:43 IST)

Vinayak Chaturthi 2024: આજે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રનો કરો જાપ, ધન-દોલતનો મળશે અપાર લાભ

Vinayak Chaturthi 2024: આજે એટલે કે 12 એપ્રિલના રોજ વિનાયક ચતુર્થીનુ વ્રત કરવામાં આવશે. દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ વિનાયક ચતુર્થીનુ વ્રત કરવાનુ વિધાન છે.  નવરાત્રિ દરમિયાન વિનાયકી ચતુર્થીનુ મહત્વ વધી જાય છે.  નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપો સાથે વિવિધ શક્તિઓ કે દેવી-દેવતાઓની ઉપાસનાનુ વિશેષ મહત્વ હોય છે.  તેથી આજે શ્રી ગણેશની ઉપાસના કરવી તેમના મંત્રોનો જાપ કરવો તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે. 
 
વિનાયક ચતુર્થી 2024 પૂજા મુહુર્ત 
 
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ શરૂ - 11 એપ્રિલ 2024ના રોજ બપોરે 03 વાગીને 03 મિનિટથી 
ચૈત્ર મહિનામા શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સમાપ્ત - 12 એપ્રિલ 2024ના રોજ બપોરે 01 વાગીને 11 મિનિટ પર 
વિનાયક ચતુર્થી 2024 વ્રત તિથિ - 12 એપ્રિલ 2024 
પૂજા શુભ મુહૂર્ત - 12 એપ્રિલ 2024ના રોજ સવારે 11 વાગીને 5 મિનિટથી બપોરે 1 વાગીને 11 મિનિટ સુધી 
 
જુદા-જુદા શુભ ફળો માટે ગણેશજીના આ મંત્રોનો કરો જાપ 
 
1. આજે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કર્યા પછી ભગવાન શ્રી ગણેશજીના વક્રતુળ્ડાય મંત્રનુ પુરસ્ચરણ એટલે કે જાપ કરવો જોઈએ. મંત્ર આ પ્રકારનો છે - વક્ર તુળ્ડાય હું, હવે વાત કરીએ મંત્ર પ્રયોગની - જો તમે તમારી ધન-દોલતમાં વૃદ્ધિ કરવા માંગો છો તો આજે અનાજમાં ઘી મિક્સ કરીને 108 આહુતીઓ આપો અને દરેક વખત આહુતિ સાથે મંત્ર બોલો.. મંત્ર છે વ્રક્ર તુળ્ડાય હું... 
 
2. આ ઉપરાંત જો તમે ઈચ્છો છો કે તમને અચાનક મોટો ધન લાભ થઈ જાય તો તમારી જમા પૂંજીમાં વધારો થઈ જાય તો આજે તમારે નારિયળન ટુકડાની એક હજાર આહુતીઓ આપવી જોઈએ અને સાથે જ વક્રતુળ્ડ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે - વક્ર તુળ્ડાય હું.. 
 
3. જો તમને કોઈ કારણસર આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે  તમારે પહેલા 1008 વાર વક્રતુળ્ડ મંત્રનો જાપ કરવો જોઈએ. પછી ભગવાનનુ ધ્યાન કરતા અષ્ટદ્રવ્યોમાંથી કોઈ એક દ્રવ્યની 108 આહુતિ આપવી  જોઈએ. આ અષ્ટદ્રવ્યના નામ પણ તમને બતાવી દઈએ - શેરડીનો રસ, સત્તુ, કેળા, ચિઉડા, તલ, મોદક, નારિયળ અને ધાનનો લાવા. આજે આ રીતે વક્રતુળ્ડ મંત્રનો જાપ કરીને કોઈ એક દ્રવ્યની આહુતિ આપવાથી તમને દરેક પ્રકારની આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. 
 
હવે વાત કરીશુ ઉચ્છિષ્ટ ગણપતિ નવાર્ણ મંત્ર પ્રયોગની 
 મંત્ર પ્રયોગ માટે સૌથી પહેલા તમારે મંત્ર સિદ્ધ કરવો પડશે. આ માટે તમારે આસન પર બેસીને 1008વાર ઉચ્છિષ્ટ ગણપતિ નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે હસ્તિપિશચિલિખે સ્વાહા 
 
કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી કુબેરજી ધનના સ્વામી બન્યા હતા. તેથી આ મંત્ર ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આ મંત્રનો 1008 વાર જાપ નથી કરી શકતા તો 108 વાર જાપ કરો. ભગવાન ગણેશના મંત્રોના જાપ માટે લાલ ચંદનની માળા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો લાલ ચંદન ઉપલબ્ધ ન હોય તો તમે પરવાળા, સફેદ ચંદન, સ્ફટિક અથવા રુદ્રાક્ષની માળા પર પણ જાપ કરી શકો છો.
 
વિનાયક ચતુર્થી વ્રતનું મહત્વ
વિનાયક ચતુર્થીના વ્રતનું પાલન કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને તમામ શુભ કાર્યો પૂર્ણ થાય છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે અને જીવન સુખી અને સમૃદ્ધ બને છે. આ ઉપરાંત ભગવાન ગણેશની પૂજા કરવાથી બુદ્ધિ, ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.