બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (15:23 IST)

નવરાત્રીમાં રાશિ મુજબ માતાની પૂજા કરશો તો માતા દરેક મનોકામના કરશે પૂરી

29 સપ્ટેમ્બર રવિવારના રોજ નવરાત્રી શરૂ થઈ રહી છે. સનાતન ધર્મમાં નવરાત્રીનુ વિશેષ મહત્વ છે. નવરાત્રીના નવ દિવસ ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે ચેહ્ આમ તો મા પોતાના ભક્તોનુ હંમેશા સાંભળે ચે. પણ નવરાત્રિમાં પૂજાનુ ફળ વધુ મળે છે.  એવુ કહેવાય છેકે નવરાત્રીના દિવસોમાં માતા પૃથ્વી પર જ્યા તેમની પૂજા થાય છે ત્યા વાસ કરે છે.   તેથી આ દિવસોમાં આધ્યામ્તિક અને ધાર્મિક મહત્વ વધુ છે. આ વખતે શારદીય નવરાત્રી પર અનેક વિશેષ સંયોગ બનવાના છે. આ સંયોગમાં રાશિ મુજબ પૂજા કરવાથી માતા રાની બધી મનોકામના પૂરી કરે છે. 
 
મેષ રાશિ - મેષ રાશિના જાતક માતા દુર્ગાને લાલ ફુલ અને સફેદ મીઠાઈ અર્પણ કરે. મનોકામના પૂરી કરવા માટે માતા સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ. સાથે જ દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરીને માની પૂજા કરો. નિર્વાણ મંત્ર પણ આમાટે લાભદાયક છે. 
 
વૃષભ રાશિ ના જાતક મા દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા કરો અન એ તેમને પંચમેવા, સોપારી, સફેદ ચંદન અને ફુલ ચઢાવો. સાથે જ લલિતા સહ્સ્ત્રનામ અને સિદ્ધિકુંજિકાસ્ત્રોતનો પાઠ જરૂર કરો.  માતાને સફેદ બરફી કે સાકરનો ભોગ લગાવી શકો છો. 
 
મિથુન રાશિના જાતક મા બ્રહ્મચારિણીની પૂજા કરો અને તેમને ફુલ કેળા ધૂપ કપૂરથી પૂજા કરો. સાથે જ ઓમ શિવ શક્તયૈ નમ મંત્રનો 108 વાર જાપ કરો અને તારા કવચનો દરરોજ પાઠ કરો. 
 
કર્ક રાશિના જાતકે મા ભવાનીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઈએ મા ને પતાશા ચોખા અને દહી અર્પણ કરો. સાથે જ રોજ લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કરો. સાથે જ દૂધ કે દૂધથી બનેલ મીઠાઈનો ભોગ લગાવો. આવુ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
સિહ રાશિના જાતક માતા રાની કૃષ્માંડા દેવી સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. તેમને તાંબાના પાત્રમાં કંકુ ચંદન કેસર અને કપૂરથી આરતી ઉતારો.  જીવનમાં સફળતા મેળવવા માટે નવરાત્રીમાં રોજ દુર્ગા સપ્તશતિનો પાઠ જરૂર કરો  અને માતાના મંત્રની 5 માળાનો જાપ કરો 
 
કન્યા રાશિના જાતકે મા ભવાનીના બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ.  તેમને ફળ પાન  ગંગાજળ અર્પિત કરો.  નવરાત્રીમાં રોજ એક માળા લક્ષ્મી મંત્રનો જાપ કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સાથે જ માતાને ખીરનો ભોગ લગાવો. 
 
તુલા રાશિના જાતક મા દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા કરો અને તેમને દૂધ ચોખા અને લાલ ચુંદડી ઓઢાવો.  ત્યાબાદ કપૂર અને દેશી ઘીથી આરતી કરો. સાથે જ રોજ દુર્ગા સપ્તશતીના પ્રથમ ચરિત્રનો પાઠ કરો. માતાને મિશ્રીનો ભોગ લગાવો 
 
વૃશ્ચિક રાશિના જાતકને જગત જનની સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમને લાલ ફુલ ચોખા ગોળ અને ચંદન સાથે પૂજા કરો.  કપૂરથી માતાની આરતી ઉતારો. રોજ દુર્ગા સપ્તમીનો પાઠ કરો. માતાને લાલ રંગની મીઠાઈનો ભોગ લગાવો 
 
ધનુ રાશિના જાતકે માતા રાણીના ચંદ્રઘટા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમને હળદર કેસર પીળા ફુલ અને તલનુ તેલ અર્પિત કરો.  રોજ શ્રીરામ રક્ષા સ્ત્રોતનુ બ્રહ્મ મુહુર્તમાં પાઠ કરો. માતાને ભોગમાં પીળી મીઠાઈ અને કેળા ચઢાવો 
 
મકર - મકર રાશિના જાતક મા દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરે તેમને સરસવના તેલનો દિવો ફુલ કંકુ  અર્પિત કરો. દરરોજ નિર્વાણ મંત્રનો જાપ કરો. ભોગમાં માતાને અડદથી બનેલી મીઠાઈ અને શીરો ચઢાવો 
 
 
કુંભ - કુંભ રશિના જાતક મા ભવાનીના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમને ફુલ કંકુ અને તેલનો દીવો અર્પિત કરો. રોજ દેવી કવચનો પાઠ કરો ભોગમાં માતાને શીરો ચઢાવો 
 
મીન  - મીન રાશિના જાતકે જગત જનનીના ચંદ્રઘટા સ્વરૂપની  પૂજા કરવી જોઈએ. તેમને હળદર ચોખા પીળા ફુલ અને કેળા સાથે પૂજા કરો. નવરાત્રિમાં રોજ બગલામુખી મંત્રની એક માળાનો જાપ કરો. અને દુર્ગા સપ્તશતિનો પાઠ કરો.  માતાને ભોગમાં પીળી મીઠાઈ અને કેળા ચઢાવો 
 
તો મિત્રો આ હતા નવરાત્રિમા રાશિ મુજબ માતાની આરાધાના વિશે માહિતી.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમરી ચેનલને સબસ્ર્કાઈબ કરવુ ભૂલશો નહી