જયા પાર્વતી વ્રત - જાણો સંપૂર્ણ વિધિ

મંગળવાર, 17 જુલાઈ 2018 (15:56 IST)

Widgets Magazine

જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તા.૨૫-૭-ર૦૧૮ થી તા.ર૯-૦૭-૨૦૧૮ સુધી અષાઢ સુદ થી અષાઢ વદ બીજ સુધી છે. આ વ્રત સળંગ ર૦ વર્ષ કરવાનું હોય છે.સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.
 
પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. 
 
આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. 
 
ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ  જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને કહે છે.
 
આ વ્રત દરમિયાન ભગવાન શંકર પાર્વતીની પૂજા કરી તેમનાં નામ સ્મરણ કરવાં. સદ્દગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મેળવે છે.
 
આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.  શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત ૨૦ વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા.  જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત ગોરિયો Jaya Parvati Vrat Jaya Parvati Vrat 2018 Gauri Vrat Pooja Jaya Parvati Vrat Special Jaya Parvati Vrat 2018 Date Jaya Parvati Vrat Katha Parvati Vrat For Marriage Jaya Parvati Vrat Jagran Jaya Parvati Vrat Dates Jaya Parvati Vrat Katha In Gujarati

Loading comments ...

હિન્દુ

news

જો તમે પણ કરો છો આ કામ તો જલ્દી જ થઈ જશો ગરીબ

જ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈ માણસ પરમ્પરાનો ઉલ્લંઘન કરે છે એ ક્યારે પણ સુખી નહી રહી ...

news

શા માટે પીપળને પૂજવાથી શાંત થઈ જાય છે શનિ, જાણો ...

કહેવાય છે કે પીપળના ઝાડની પૂજા કરવું અને તેને પરિક્રમા કરવાથી શનિની વ્યથા ખમવી નહી પડે. ...

news

જયા પાર્વતી વ્રત કથા - Jaya Parvati Vrat Katha

જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત ...

news

પૂજા પાઠની સાથે જ આ 9 શુભ કામ પણ કરવું, દુર્ભાગ્ય થઈ જશે દૂર

જૂની પરંપરાઓમાં પૂજા પાઠની સાથે જ કેટલાક એવા કામ જણાવ્યા છે, જેનાથી મહાલક્ષ્મીની સાથે જ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine