1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 24 જુલાઈ 2020 (06:44 IST)

Nag Panchami 2020: આ રીતે નાગ પંચમીનું વ્રત કરવાથી ધનસમૃદ્ધિનું થશે આગમન, જાણો વ્રત વિધિ અને મુહૂર્ત

Nag Panchami 2020
નાગ પંચમીનુંં પર્વ 25 જુલાઇએ ઉજવાશે. દર વર્ષે આ તહેવાર શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પાચમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના દિવસે સાપ (સર્પ દેવીઓ) ની પૂજા કરવાનુ વિધાન છે. 
 
ધાર્મિક માન્યતા અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગદેવની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે. સાપનો ડર અને સાપના ડંખથી છૂટકારો મેળવવા માટે નાગ પંચમી પર કાલસર્પ યોગની પૂજા પણ કરવામાં આવે છે. 
 
આ દિવસે, મહિલાઓ એક ભાઈ તરીકે સાંપની પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના પરિવારની રક્ષા કરવાનો આશીર્વાદ માંગે છે. ચાલો જાણીએ નાગ પંચમીનું મુહૂર્ત, વ્રત વિધિ અને મહત્વ.
 
નાગ પંચમીનુ મુહૂર્ત - (Nag Panchami Muhurat 2020)
 
પંચમી તારીખ શરૂ  - 14:33 (24 જુલાઈ 2020)
પંચમી તારીખ સમાપ્ત - 12:01 (25 જુલાઈ 2020)
નાગ પંચમી પૂજા મુહૂર્ત - બપોરે 05:38:42 થી 08: 22:11
અવધિ - 2 કલાક 43 મિનિટ
 
નાગ પંચમીનુ મહત્વ 
 
એવું કહેવામાં આવે છે કે નાગ પંચમીની પૂજાનો સંબંધ ધન સંપત્તિ સાથે જોડાયેલ  છે. ખરેખર શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે નાગ દેવ ગુપ્ત સંપત્તિનું રક્ષણ કરે છે. આ કારણોસર એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવાથી પણ જીવનમાં ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે. 
 
આ દિવસે વ્રતીને ઇચ્છિત ફળ મળે છે. જો કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેણે આ દોષથી બચવા માટે નાગ પંચમીનુ વ્રત અવશ્ય કરવુ જોઈએ.
 
નાગપંચમીના દિવસે આ આઠ સાપોની પૂજા કરવામાં આવે છે
1. અનંત  2. વસુકી 3 પદ્મ 4. મહાપદ્મ 5 તક્ષક, 6  કુલિર 7. કર્કટ  8. શંખ.
 
નાગ પંચમીની પૂજા વિધિ 
 
- ઉપવાસ માટેની નાગ પંચમીની તૈયારી ચતુર્થીના દિવસથી શરૂ થઈ જાય છે.
- ચતુર્થીના દિવસએ એક ટાઈમ ખાવ. 
- આ પછી, પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.
- પૂજા માટે પાટલા પર નાગદેવની તસવીર  મુકો.
- હવે હળદર, કંકુ, ચોખા અને ફુલ અર્પિત કરીને સર્પ દેવની પૂજા કરો. 
- કાચુ દૂધ, ઘી, ખાંડ મિક્સ કરીને લાકડીના પાટલા પર બેઠેલા સાપ દેવને અર્પણ કરો.