શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2023 (10:12 IST)

Adhik Maas 2023: અધિકમાસની પંચમી છે ખૂબ જ ખાસ, આ દિવસે તુલસીના આ ઉપાયથી મળશે અપાર ધન સમૃદ્ધિ

tulsi
tulsi
Adhik Maas 2023: અધિક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને શુભ માનવામાં આવે છે. આ તિથિ 3 વર્ષ પછી આવી છે, ધન પ્રાપ્તિ માટે આ દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરવાનું ભૂલશો નહીં.
 
અધિકમાસના શુક્લ પક્ષની પંચમી તિથિ 22 જુલાઈ 2023ના રોજ છે. પંચમી તિથિ આ દિવસે સવારે 09.26 વાગ્યે શરૂ થશે અને 23 જુલાઈના રોજ સવારે 11.44 વાગ્યે સમાપ્ત થશે.
 
અધિકમાસના પંચમી તિથિના  દિવસે તુલસીના છોડને શેરડીનો રસ અર્પણ કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે. શત્રુઓનો નાશ થાય છે. 
 
જો તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો, તો અધિકમાસના શુક્લ પક્ષની પંચમી પર પાણીના લોટામાં શેરડીનો થોડો રસ મિક્સ કરો. હવે આને હાથમાં લઈને તુલસીના છોડને સાત વાર તમારું નામ અને તમારા કુળનું નામ લઈને ચઢાવો. આ ઉપાય સવારે કરો
 
'મહાપ્રસાદ જનનિ સર્વ સૌભાગ્યવર્ધિની, આધી વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુતે' - તુલસી પૂજા દરમિયાન આ મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી ધન લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
 
આ દિવસે સૂકા તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને ધન સ્થાન પર અથવા તિજોરીમાં મુકો.  સાંજના સમયે તુલસીમાં ઘીનો દીવો પ્રગટાવો, સાથે જ ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવો. આ ઉપાય તમને ધનવાન બનાવશે.