શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 8 સપ્ટેમ્બર 2024 (10:02 IST)

Rishi Panchami 2024 Vra Katha - ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત કથા જુઓ વીડિયો

rishi panchami
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
 
માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ 
 
પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.
 
એક પૌરાણીક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે.
 
વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી.આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા.પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.
 
એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.
 
પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રત ના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
 
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.
 
માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.