શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2023 (09:14 IST)

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

- આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ.
 
- જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
 
- શિસ્ત અને એકતા એ દેશની તાકાત છે.
 
- જો કોઈ માણસ બોલે કે તે અસ્પૃશ્યતાથી પીડિત છે તો ભારતે શરમથી ઝૂકી જવું જોઈએ.
 
- આપણે આપણી સામે આવતી મુશ્કેલીઓને દૂર કરવી પડશે અને આપણા દેશની સુખ અને સમૃદ્ધિ માટે અડગ રહીને કામ કરવું પડશે.
 
- જો હું કોઈ બીજાને સલાહ આપું અને હું પોતે તેનું પાલન ન કરું, તો હું અસહજતા અનુભવું છું.
 
- આપણે ફક્ત આપણા માટે જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ.
 
- આપણે સ્વતંત્રતામાં માનીએ છીએ, દરેક દેશના લોકો માટે સ્વતંત્રતા, બહારના હસ્તક્ષેપ વિના, પોતાનું ભાગ્ય બનાવવાની સ્વતંત્રતા.
 
- સ્વતંત્રતાની રક્ષા એકલા સૈનિકોનું કામ નથી. આખા દેશે મજબૂત બનવુ પડશે.
 
- સાચી લોકશાહી કે સ્વરાજ ક્યારેય ખોટા અને હિંસક માર્ગે આવી શકે નહીં.
 
- કાયદાના શાસનનો આદર થવો જોઈએ જેથી કરીને આપણી લોકશાહીનું મૂળ માળખું જાળવી શકાય અને આગળ ધપાવી શકાય.