શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 2 એપ્રિલ 2018 (11:04 IST)

શિવ મંત્રનો આ જાપ મોટામાં મોટી સમસ્યા દૂર કરશે

ભગવાન શિવ જેમના નામનો અર્થ જ છે કલ્યાણસ્વરૂપ અને કલ્યાણપ્રદાતા. આ કલ્યાણ રૂપની આરાધનાથી બધા ઈચ્છાઓ પુર્ણ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વાત ઉલ્લેખનીય છે કે દેવ, દનૂજ, ઋષિ, મહર્ષિ, યોગીન્દ્ર, મુનીન્દ્ર, સિદ્ધ, ગન્ઘર્વ જ નથી પણ બ્રહ્મા-વિષ્ણુ પણ ભગવાન શિવની આરાધના કરે છે અને તેમને પોતાની મનગમતી ઈચ્છાઓની પૂર્તિ કરાવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી કઠિન કાર્ય પણ સહેલાઈથી બની જાય છે. 
 
જીવનમાં અવાર નવાર અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શિવ પુરાણમાં જીવનની સમસ્ત પરેશાનીઓમાંથી બહાર નીકળવાના ઉપાય બતાવાયા છે. જેનાથી તમે તમારી બધી ઈચ્છાઓ પુર્ણ કરી શકો છો. ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવાથી મોટામાં મોટી સમસ્યા દૂર થઈ જાય છે. 
 
' ॐ नमः शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नमः ॐ '
 
"ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ"