ગુજરાતના કાયમી પોલિસવડા તરીકે શિવાનંદ ઝાની નિમણૂંક

બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:52 IST)

Widgets Magazine
SHIVANAND JHA


ગુજરાતના નવા ડીજીપી તરીકે 1983 બેચના શિવાનંદ ઝાની નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે બુધવારે બપોરે કરી હતી. શિવાનંદ ઝા 2020 એપ્રિલ મહિના સુધી ગુજરાતના ડીજીપી તરીકે કાર્યરત રહેશે. પી સી ઠાકુરની બદલી કર્યા બાદ છેલ્લા લગભગ 22 મહિનાથી વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ડીજીપીની જગ્યા ચાર્જથી ચાલતી હતી. સૌ પ્રથમ પી પી પાન્ડેય, ગીથા જૌહરીને અને ત્યાર બાદ પ્રમોદ કુમારને ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમાયા હતા

જોકે કાયમી ડીજીપીની જગ્યા તે સમયે પણ ખાલી હતી.વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમ્યાન પણ ગુજરાતમાં ઈન્ચાર્જ ડીજીપીની જ કામગીરી ચાલી હતી. 1983 બેચના શિવાનંદ ઝા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અત્યંત વિશ્વાસુ હોવાથી તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આ ઉપરાંત આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી ડીજીપી પદે અંગત વ્યક્તિ હોવું જરૂરી હોવાથી શિવાનંદ ઝાની નિમણૂંક કરાઈ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

લોકસભાની ચૂંટણી વખતે હાર્દિકનું સંકટ દૂર કરવા ભાજપે અજમાવ્યો નવો પ્લાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિકે ભાજપ વિરોધી ખૂબ પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ ...

news

સુરતમાં એપાર્ટમેન્ટના 12મા માળેથી કૂદીને પરિવારનો આપઘાત, ત્રણના મોત

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને એક પરિવારે આપઘાત કરી ...

news

લ્યો બોલો ભાઈ! ગુજરાતની યુનિવર્સિટીઓમાં હવેથી ધારાસભ્યો ભણાવશે?

છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ ક્ષેત્રે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તે જોતા લાગે છે કે, નવી ...

news

અમદાવાદમાં 7 મહિનાની બાળકીનાં પેટમાં હતી 130 ગ્રામની ગર્ભગાંઠ, સફળ સર્જરી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક સાત મહિનાની બાળકીનું ગર્ભની ગાંઠનું સફળ ઓપરેશન થયુ. આ ...

Widgets Magazine