સુરતમાં એપાર્ટમેન્ટના 12મા માળેથી કૂદીને પરિવારનો આપઘાત, ત્રણના મોત

news of gujarat
Last Modified બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:38 IST)

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને એક પરિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારના માતા-પિતા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. હેલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં નવમાળી પાસે આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં વિજયભાઈ વઘાસીયા પરિવાર સાથે રહે છે. આજ રોજ 12માં માળેથી વિજયભાઈ પત્ની અને બાળક સાથે કૂદીને આપઘાત કરી લીધો હતો. ત્રણેય જમીન પર પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે. અને હાલ તમામના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. અને આપઘાત પાછળનું કારણ હજું અકબંધ છે.


આ પણ વાંચો :