ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 28 મે 2018 (00:05 IST)

29 મે જ્યેષ્ઠ પૂર્ણિમા, સુહાગન વટ વૃક્ષની પૂજા કરશે લેશે આશીર્વાદ

જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાને વટ સાવિત્રીના રૂપમાં ઉજવાય છે .આ દિવસે વટ સાવિત્રી પૂજન કરવાનો વિધાન છે. આ વખતે 29મે 2018, મંગળવારે અધિકમાસની પૂર્ણિમા આવી રહી છે. તેથી સોમવારે 28 મેથી સાંજે 8.40 મિનિટથી પૂર્ણિમા સુધી લાગી જશે. જે કે 29 મે સાંજ 7 વાગીને 49 મિનિટ સુધી રહેશે. આ દિવસે મહિલાઓ સુખદ પરિણીત જીવનની કામનાથી વટવૃક્ષની પૂજા અર્ચના કરી અખંડ સુહાગની કામના કરશે. 
 
આ સંબંધમાં આ લોકકથા છે કે સાવિત્રીએ વટના ઝાડ નીચે તેમના મૃત પતિ સત્યવાનને યમરાજથી જીતી લીધું હતું. સાવિત્રીના દ્ર્ઢ નિશ્ચય અને સંકલ્પની યાદમાં આ દિવસે મહિલાઓ સવારથી સ્નાન કરી નવા વસ્ત્ર પહેરીને, સોળ શ્રૃંગાર કરે છે અને વટ વૃક્ષની પૂજા કર્યા પછી એ જળ ગ્રહણ કરે છે. 
 
આ છે પૂજન વિધિ : 
 
આ છે પૂજન વિધિ : આ પૂજનમાં 24 વડ ફળ( લોટ કે ગોળના) અને 24 પૂડી તમારા પૂડી અને વટફળ  ઝાડમાં ચઢાવે છે. ઝાડમાં એક લોટા પણી ચઢાવીને હળદર- કંકુ લગાવીને ફળ-ફૂળ, ધૂપ- કરી દિવો પ્રગટાવો. તે પછી સાચા દિલથી પૂજા કરીને પતિની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે કામના કરો. પંખાથી વૃક્ષને હવા આપો અને સાવિત્રી માનો આશિર્વાદ લો જેથી તમારા પતિને દિર્ઘાયુ પ્રાપ્ત થાય.પંખાથી વૃક્ષને હવા આપો અને સાવિત્રી માનો આશિર્વાદ લો જેથી તમારા પતિને દિર્ઘાયુ પ્રાપ્ત થાય. કાચા સૂતને હાથમાં લઈને એ ઝાડની 12 પરિક્રમા કરે છે. દરેક પરિક્રમા પર એક ચણા ઝાડમાં ચઢાવે છે અને વટના ઝાડના તના પર સૂતરનો દોરે લપેટતી જાય છે. 
 
દરેક પરિક્રમા પર એક ચણા ઝાડમાં ચઢાવે છે અને વટના ઝાડના તના પર સૂતરનો દોરે લપેટતી જાય છે. 
પરિક્રમા પૂરી થયા પછી સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળે છે. 
 
તેના પાછ્ળ આ માન્યતા છે કે સત્યવાન જ્યારે મરણાવસ્થામાં હતા. ત્યારે સાવિત્રીને તેની કોઈ સુધ નથી હતી પણ જેમજ યમરાજએ સત્યવાનને પ્રાણ આપ્યા. તે સમયે સત્યવાનને પાણી પીવડાવીને સવિત્રીએ પોતે વટના ઝાડના ફળ ખાઈને પાણી પીધું હતું.તેથી આ દિવસે મહિલાઓ તેમના અખંડ સુહાગ અને સુખી પરિણીત 
 
જીવન માટે વટ સાવિત્રી પૂર્ણિમા પર વટના ઝાડનો પૂજન કરી આશીર્વાદ લે છે.