શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2016 (10:53 IST)

મુસ્લિમ સમાજે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો

અમદાવાદમાં ૧૩૯મી રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે શહેરમાં કોમી એકતાના વાતાવરણને વધુ મજબુત કરવાના ભાગરૂપે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે ચાંદીના રથ સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંતને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.
 
અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રા સૌ પ્રથમ મુસ્લિમ વિસ્તાર જમાલપુરમાંથી પસાર થાય છે. તેમજ સમગ્ર શહેરમાં નગરયાત્રા દરમ્યાન ઘણા મુસ્મિલ વિસ્તારોમાંથી તે પસાર થાય છે. તેમજ મુસ્મિલ વિસ્તારોમાં પણ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે.તેમજ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કર્યા બાદ મુસ્લિમ સમાજના લોકોએ રથયાત્રામાં સંપૂર્ણ સહકારનો વિશ્વાસ આપ્યો હતો. 
 
આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષથી અમે મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપીને કોમી એકતાના તહેવારને વધુ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં સહભાગી થઇએ છીએ.તેમજ ભગવાન જગન્નાથને અર્પણ કરાયેલો આ રથ સવા કિલો ચાંદીનો છે. જેમાં પૃથ્વીના પંચ તત્વો સમાન પાંચ ઘોડા પ્રતિકૃત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મુસ્લિમ સમાજ દ્વારા ચાંદી રથ આપવાના અવસરની પ્રશંસા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી રથયાત્રા ભાઈચારો અને કોમી એકતાના વાતાવરણને વધુ મજબુત કરે છે.