1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: યવતમાલ. , બુધવાર, 24 એપ્રિલ 2024 (17:41 IST)

મહારાષ્ટ્ર - કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ભાષણ દરમિયાન ચક્કર ખાઈને મંચ પરથી પડ્યા, જુઓ VIDEO

nitin gadkari
nitin gadkari
 મહારાષ્ટ્રના યવતમાલથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નિતિન ગડકરીની પ્રચાર દરમિયાન તબિયત બગડી ગઈ અને તો ચક્કર ખાઈને મંચ પરથી પડી ગયા. નિતિન સાથે યવતમાલમાં મહાયુતિના ઉમેદવાર રાજશ્રી પાટિલના પ્રચાર દરમિયાન આવુ થયુ.  ભાષણ દરમિયાન નિતિનને ચક્કર આવ્યા અને તેઓ મંચ પર પડી ગયા. હાલ તેમની તબિયત સ્થિર બતાવાય રહી છે. 


 
2018માં પણ મંચ પર ખરાબ થઈ હતી તબિયત 
ગડકરીની પહેલા પણ આ રીતે તબિયત બગડી ચુકી છે. તેઓ વર્ષ 2018નો સમય હતો. જ્યારે મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તેઓ મંચ પર બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન એ સામે આવ્યુ હતુ કે ગડકરીનુ શુગલ લેવલ ઘટી ગયુ હતુ. આ કારણે તેમને ચક્કર આવી ગયા હતા. આ દરમિયાન તેમને પાણી પીવડાવવામાં આવ્યુ અને પેંડો ખવડાવવામાં આવ્યો. નિતિન ગડકરી વધતા વજનની સમસ્યાથી પણ પરેશાન રહી ચુક્યા છે અને આ માટે તેઓ પોતાનુ ઓપરેશન પણ કરાવી ચુક્યા છે. 
 
નિતિને તબિયત પર આપ્યુ અપડેટ 
જો કે નિતિને પોતાના એક્સ હેંડલ પર બતાવ્ય કે તેમની તબિયત હવે સારી છે અને તેઓ આગામી સભા મટે નીકળી રહ્યા છે. 

 
નાગપુરથી લડી રહ્યા છે ચૂંટણી 
આ લોકસભા ચૂંટણીમાં તેઓ નાગપુરથી મેદાનમાં છે. અહી પહેલા ચરણમાં મતદાન થઈ ચુક્યુ છે. ગડકરીનો મુકાબલો કોંગ્રેસ નેતા વિકાસ ઠાકરે સાથે છે. ગડકરીને વર્ષ 2014ના ચૂંટણીમાં પણ બીજેપીએ અહીથી મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે જીત મેળવી હતી.  તેઓ અહીથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે.