શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 17 જુલાઈ 2015 (15:32 IST)

અમદાવાદમાં લોખંડી સુરક્ષા વચ્ચે રથયાત્રા અને ઈદના પ્રસંગો પાર પડશે , શહેર લશ્કરી છાવણીમાં ફેરવાયું રથયાત્રાના રૂટ પર 68 મસ્જિદો

18 જુલાઈના દિવસે રથયાત્રા અને સંભવત ઈદ જેવા મોટા ધાર્મિક પ્રસંગો એક સાથે આવતા હોવાથી અમદાવાદમાં પોલિસ અને બીજા સુરક્ષા એજંસીઇ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અમદાવાદમાં નીકળવારી 138મી રથયાત્રાની સુરક્ષા માટે 20,000 જેટલા સુરક્ષાકર્મીઓને સ્ટેંડ ટુ રાખવામાં આવશે. રથયાત્રાના 22 કિલોમીટર લાંબા રૂટ પર ઠેર ઠેર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે . રથયાત્રાના રૂટ પર 40 જેટલા રિઝોલ્યુશન કેમેરા લગવાવામાં આવ્યા છે . તે સિવાય માનવરહિત  ત્રણ ડ્ત્રોન વિમાનો નેત્ર દ્વારા પણ રથયાત્રાનું અર્વેલંસ થશે. રથયાત્રા રૂટ પર 
આવતા સંવેદનશીલ માકાનિના ધાબાઓ પર નેત્રની બાજ નજર રહેશે. 
 
બી એસ એફ , સી આઈએસએફ , આરએ એફની 25 કંપનીઓ એસઆરપીની 33 કંપનીઓ 200 ધાબા પર પોઈંટ , 3 નેત્ર વિમાનો પીસીઆર વાન 75 અને 5 ખાસ કંટ્રોલ વ્હીક્લ રથયાત્રાની સુરક્ષા માટે તેનાત કરાયા છે. 
 
અમદાવાદમાં આ વખતની રથયાત્રામાં પહેલીવાર મહિલા પોલીસનો ખાસ પુશીંગ સ્ક્વોડ ઉભો કરવામાં આવ્યો છે . આ સ્ક્વોડની મહિલા પોલિસ રથયાત્રામં જોડાનારા ટ્રક અખાડાઓ ટેબ્લો ભજ્ન મંડળીઓ વચ્ચે હાજર રહેશે. 
 
ગુરૂવારે યાત્રાના રૂટ પર પોલિસના મોટા કાફલાએ ગ્રાંડ રિહર્સલ પણ કર્યું હતું . 
 
રથયાત્રા અને ઈદનો પ્રસંગ એક જ દિવસે થવાની શકયતાઓ કારણે પોલિસે અગાઉથી જ 70 જેટ્લી મીટીંગનો દોર ચલાવીને બન્ને કોમના લોકો વચ્ચે એખલાસનુ વાતાવરણ ઉભુ કર્યું હતું. રાજ્યના લો એંડ ઓર્ડરના એડીશનલ ડીજીપી પી. પી પાંડે કહે છે કે રથયાત્રાના રૂટ પર 68 જેટલી નાની મોટી મસ્જિદો આવે છે. રથયાત્રા જ્યાંથી શરૂ થવાની છે તે જમાલપુર વિસ્તારમાં 8 જેટલી મસ્જીદો આવે છે. 
 
નમાજના સમયે બન્ને કોમ વચ્ચે કોમી સદભાવના જળવઈ રહે છે તે હેતુથી મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાના સ્વાગતનું પણ આયોજન  કરવામાં આવ્યું છે. શહેરની શહપુર રંગીલા પોલિસ સ્ટેશનમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જગ્નનાથ મંદિરના સંત દિલીપદાસજી મહારાજ હાજર રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પણ શાહપુરમાં ઈફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું  જેમાં પણ સંતો હાજર રહ્યા હતા. 
 
કેટલા પોલિસકર્મિઓ તેનાત કરાયા 
 
એસપી -ડીએસપી-28 
 
ડીએસપી- એસીપી - 74
 
પોલિસ સબ ઈંસ્પેક્ટર-469 
 
હેડ કોંસટેબલ -9,472
 
હોમ ગાર્ડસ- 5,075 
 
ટ્રેઈની-350